મેરઠ: 3 વર્ષની બાળકીનાં મોંમાં સુતળી બોમ્બ ફોડી યુવાન ફરાર

ફટાકડો મોંમાં ફૂટવાને કારણે બાળકની જીભ કપાઇ ગઇ છે.

 • Share this:
  મેરઠ જિલ્લાના સરઘનામાં એક યુવકે ચોકલેટ આપે છે તેવુ કહીને ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોંમાં સુતળી બોમ્બ મુકીને ફોડી દીધો હતો. ફટાકડો મોંમાં ફૂટવાને કારણે બાળકીની જીભ કપાઇ ગઇ અને ચહેરો બળી ગયો હતો. પીડિતાની માતાએ જણાવ્યું કે, 'આરોપી તેમના ઘરે પહેલાથી આવતો જ હતો. પરંતુ અમને ખબર ન હતી કે મારી દીકરી પર તેની ખરાબ નજર છે.'

  પરિવાર તરત જ બાળકીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. હાલ બાળકીની હાલત ગંભીર છે. બાળકીના પિતાએ ગામના જ એક યુવક પર બાળકીને જાનથી મારવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

  ફટાકડો ફૂટવાનો અવાજ સાંભળીને પરિવારના સભ્ય પહોંચ્યા તો આયુષી લોહીમાં લથબથ હતી. તેઓ તરત જ પાસેના નર્સિંગ હોમમાં તેમને લઇ ગયા હતાં. હાલ બાળકીના ચહેરા પર ઘણી ઇજા થઇ છે. તેને 20 જેટલા ટાંકા આવ્યાં છે. તેની હાલત ગંભીર છે.

  પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલ આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આરોપી પણ ફરાર છે.
  Published by:Kaushal Pancholi
  First published: