LoC પાસે સેનાનું મોટું ઓપરેશન, ઘુસણખોરી કરી રહેલા પાંચ આતંકવાદી ઠાર

News18 Gujarati
Updated: September 24, 2018, 6:17 PM IST
LoC પાસે સેનાનું મોટું ઓપરેશન, ઘુસણખોરી કરી રહેલા પાંચ આતંકવાદી ઠાર
(પ્રતિકાત્મક તસવીર)

આ સાથે અભિયાનમાં કુલ પાંચ આતંકવાદીઓનો સફાયો થયો છે. આ અભિયાનમાં રવિવારે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

  • Share this:
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ચાલી રહેલ ઘુસણખોરી રોકવાના અભિયાનમાં ભારતીય સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. આ સાથે અભિયાનમાં કુલ પાંચ આતંકવાદીઓનો સફાયો થયો છે. આ અભિયાનમાં રવિવારે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સેનાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ત્રણ આતંકવાદી સોમવારે માર્યા ગયા છે. આ પ્રકારે કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સેનાએ ઘુસણખોરીના પ્રયત્નને રોકી દીધો છે.

પ્રવક્તાએ કહ્યું હતું કે નિયંત્રણ રેખા પાસે ચોક્કસ સુરક્ષાકર્મીને સંદીગ્ધ હરકતો જોવા મળ્યા પછી રવિવારે અથડામણ શરૂ થઈ હતી અને બે આતંકવાદી માર્યા ગયા ગયા હતા. તેમણે કહ્યું હતું કે આ અભિયાનમાં એક બહાદુર સૈનિક પણ શહીદ થયો હતો.

આ પણ વાંચો  - પાકને તેની જ ભાષામાં જવાબ આપવાનો અને દર્દનો અહેસાસ કરાવવાનો સમય: સેના પ્રમુખ

ઉલ્લેખનીય છે કે રવિવારથી જ તગંધારમાં આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ અભિયાન ચલાવી રાખ્યું છે.
First published: September 24, 2018, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading