24 વર્ષીય મહિલાને ગુસ્સામાં પ્રેમીનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું!

24 વર્ષીય મહિલાને ગુસ્સામાં પ્રેમીનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું!
પ્રતિકાત્મક તસવીર

ઝઘડા બાદ યુવક જ્યારે ઊંઘી ગયો હતો ત્યારે મહિલાએ ગુસ્સામાં આવીને તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું.

 • Share this:
  ઓડિશાઃ અહીં એક પરિણીત મહિલાએ તેના પ્રેમીનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઓડિશાના કેન્ઝહર જિલ્લાના એક ગામ ખાતે આ બનાવ બન્યો હતો.

  ડીએસપી જેમ્સ ટોપ્પોના જણાવ્યા પ્રમાણે આ બનાવ બદૌગાન ગામ ખાતે બુધવારે રાત્રે મહિલાને ઘરે બન્યો હતો.  આ કેસમાં 25 વર્ષીય યુવક રાજેન્દ્ર નાયકના પરિવારના સભ્યોની ફરિયાદ બાદ પોલીસે 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. હાલ યુવકની કટકની એક હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

  પોલીસને મહિલાના ઘરેથી ધારદાર ચપ્પૂ પણ મળી આવ્યું છે. કમલા પત્રા નામની મહિલાએ પોતાના ગુનાનો સ્વીકાર કરી લીધો છે. મહિલા અને તેના પ્રેમી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મહિલાએ ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું હતું.

  રાજેન્દ્ર નાયક ચેન્નાઇ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરે છે. રાજેન્દ્રને કમલા સાથે પ્રેમ સંબંધ હતો. તે જ્યારે પણ ચેન્નાઇથી આવતો હતો ત્યારે મહિલાના ઘરે જતો હતો.

  રાજેન્દ્ર મંગળવારે ચેન્નાઇથી પોતાના ગામ આવ્યો હતો અને બીજા દિવસે તે મહિલાના ઘરે ગયો હતો. અહીં રાજેન્દ્રએ કમલાને લઈને કોઈ કોમેન્ટ કરી હતી. આ કોમેન્ટ બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં યુવક જ્યારે ઊંઘી ગયો હતો ત્યારે કમલાએ ગુસ્સામાં આવીને તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું. બનાવ બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:November 11, 2018, 09:33 am

  ટૉપ ન્યૂઝ