મહારાષ્ટ્ર: એક વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પછી કરી નિર્મમ હત્યા, આરોપીની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

 • Share this:
  પુણેમાં 22 વર્ષના યુવાનને એક વર્ષની બાળકી સાથે બળાત્કાર પછી તેનું માંથુ જમીન પર અથાડીને હત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

  આરોપીનું નામ મલ્હારી બંસોડ છે, તેની પર આરોપ છે કે ગુરૂવારે રાતના આ યુવાને લોની કાલભોર વિસ્તારમાં પોતાના માતા પિતા સાથે ખુલ્લામાં બહાર સુતી એક વર્ષની બાળકીનું અપહરણ કરી લીધું હતું. પોલીસે આ મામલે જણાવ્યું કે બાળકીનો પરિવાર તમિલનાડુનો રહેવાસી છે અને તેના માતાપિતા અને અન્ય સંબંધીઓ અહીંયા મજૂરી કામ કરવા માટે આવ્યાં હતાં.

  અડધી રાતે જ્યારે બાળકી ગુમ થવાની ખબર પડી ત્યારે સંબંધીઓ સાથે તેણે શોધી. તેમને બાળકીની કોઇ ભાળ ન મળતા તેઓ રહેતા હતાં તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

  ઘરની થોડી દૂર બાળકીનો મૃતદેહ મળ્યો. તેની મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે બાળકી પર પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું અને પછી તેના માથાને જમીન પર અથાડીને હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું તેમને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ મળ્યું હતું જેમાં આરોપી બાળકીને લઇ જતો દેખાય છે. તેમણે એ પણ જણાવ્યું કે પૂછપરછમાં આરોપીએ કબુલ્યું કે તેણે જ બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દીધી હતી. આરોપી પર અલગ અલગ કલમો સાથે પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધાયો છે.
  Published by:Kaushal Pancholi
  First published: