યુવતીએ વીડિયો કોલ દરમિયાન માથા પર મૂકી રિવોલ્વર, ગોળી વાગતા મોત

મધ્યપ્રદેશમાં એક 21 વર્ષની યુવતીએ પિતાની રિવોલ્વરથી રમતા રમતા પોતાની જાતને ગોળી મારી દીધી.

News18 Gujarati
Updated: September 12, 2018, 11:47 AM IST
યુવતીએ વીડિયો કોલ દરમિયાન માથા પર મૂકી રિવોલ્વર, ગોળી વાગતા મોત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2018, 11:47 AM IST
મધ્યપ્રદેશમાં એક 21 વર્ષની યુવતીએ પિતાની રિવોલ્વરથી રમતા રમતા પોતાની જાતને ગોળી મારી દીધી. આ દરમિયાન તે પોતાના એક મિત્ર સાથે વીડિયો કોલ કરી રહી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. છોકરીના ભાઇને બહેન ખૂનમાં લથપથ મળી હતી. આ ઘટના ગ્વાલિયરની છે. કરિશ્મા યાદવ રશિયન રોલેટની રિવોલ્વરની ગેમ રમી રહી હતી. આ જાનલેવા અને વિવાદિત ખેલ દરમિયાન વ્યક્તિ રિવોલ્વરમાં એક ગોળી નાંખીને ટ્રિગર દબાવે છે. જો રિવોલ્વરમાં છ ચેમ્બર હોય અને એક ગોળી. રમનારને છ માંથી એક જ વાર ગોળી વાગવાનો ખતરો હોય છે.

આ છોકરીનો ભાઇ માર્કેટ ગયો હતો. જ્યારે તે આવી તો બહેન લોહીલુહાણ હાલતમાં મળી. છોકરીનો ભાઇ તેને હોસ્પિટલ લઇ ગયો. એમઆરઆઈ સ્કેનમાં જાણવા મળ્યું કે એક બુલેટ તેના માથામાં વાગી છે.

આ ઘટના સમયે તેના પિતા કે જે નિવૃત્ત પોલીસ અધિકારી છે તે બહાર ગામ ગયા હતાં. ઘટના સમયે કરિશ્મા તેના મિત્ર સાથે વીડિયો ચેટ કરી રહી હતી. તેના મિત્રએ કહ્યું કે, "કરિશ્માએ પોતાના માથા પર રિવોલ્વર મુકી અને કહ્યું કે હું પોતાની કિસ્મત આજમાવવા માંગુ છું." મિત્રએ કહ્યું કે તે પછી ઇન્ટરનેટ કનેક્શન ડિસકનેક્ટ થયું હતું એટલે તે જાણી ન શક્યો કે તે પછી શું થયું.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...