આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીનો નૉબેલ, આમની શોધથી સંભવ બન્યો સ્માર્ટફોન

આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીનો નૉબેલ, આમની શોધથી સંભવ બન્યો સ્માર્ટફોન
આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીનો નૉબેલ, આમની શોધથી સંભવ બન્યો સ્માર્ટફોન

નવા પ્રકારની લિથિયમ આયન બેટરીઓ વિકાસમાં આ ત્રણેયનું અલગ-અલગ ગાળામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે

 • Share this:
  સ્ટૉકહોમ (સ્વીડન) : 2019ના કેમિસ્ટ્રી (Chemistry)ના નૉબેલ પુરુસ્કારની (Nobel Prize)ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પુરુસ્કાર પણ સંયુક્ત રુપથી ત્રણ રસાયણ વૈજ્ઞાનિકો અમેરિકાના જોન બી ગુડઇનફ, બ્રિટનના કે એમ સ્ટેનવી વિટિંઘમ અને જાપાનના અકીરા યોશીનોને આપવામાં આવ્યો હતો. ત્રણેયને સંયુક્ત રુપથી આ પુરુસ્કાર લિથિયમ આયન બેટરી (Lithium-Ion Batteries)ની શોધ અને તેના વિકાસ માટે આપવામાં આવ્યો છે.

  નવા પ્રકારની લિથિયમ આયન બેટરીઓ વિકાસમાં આ ત્રણેયનું અલગ-અલગ ગાળામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વૈજ્ઞાનિક સમુદાયનું માનવું છે કે આ શોધ માટે લાંબા સમયથી જોવાતા પુરુસ્કારની આતુરતાનો અંત આ જાહેરાત સાથે આવી ગયો છે.  લિથિયમ આયન બેટરીઓના કારણે આગળ જતા પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સસ્તો આસાન થઈ શક્યો છે. આ નાના ઇલેક્ટ્રોનિંગ ઉપકરણોમાં આપણે મોબાઇલ ફોન-સ્માર્ટફોન, પેસમેકર અને ઇલેક્ટ્રોનિંક કારની વાત પણ કરી શકીએ છીએ. આ બધા ઉપકરણોના નવા સંસ્કરણો નવા પ્રકારની લિથિયમ આયન બેટરીઓના કારણે વિકસિત થઈ શક્યા છે.

  આ પણ વાંચો - કેન્દ્રની 50 લાખ કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો

  એક વર્ષમાં જ તુટી ગયો સૌથી મોટી ઉંમરના નૉબેલ વિજેતાનો રેકોર્ડ

  આ વર્ષે પુરુસ્કાર મેળવવાની સાથે જ જોન બી ગુડઇનફ (John B. Goodenough)નૉબેલ પુરુસ્કાર મેળવનાર સૌથી મોટી ઉંમરના વૈજ્ઞાનિક બની ગયા છે. તેમને આ ઍવોર્ડ 97 વર્ષની ઉંમરમાં મળ્યો છે. આ પહેલા ગત વર્ષે 96 વર્ષના ઓર્થર એશ્કિન સૌથી મોટી ઉંમરમાં નૉબેલ વિજેતા બન્યા હતા.તેમનો રેકોર્ડ એક વર્ષમાં જ તુટી ગયો છે.
  First published:October 09, 2019, 18:36 pm