ડાન્સ સ્ટેપ્સની મજાક ઉડાવવા બાબતે યુવકે ડાન્સ ઇન્સ્ટ્રક્ટરને મારી દીધી ગોળી

News18 Gujarati
Updated: October 26, 2018, 11:06 AM IST
ડાન્સ સ્ટેપ્સની મજાક ઉડાવવા બાબતે યુવકે ડાન્સ ઇન્સ્ટ્રક્ટરને મારી દીધી ગોળી
પ્રતિકાત્મક તસવીર

અવિનાશે જ્યારે તેનું ટિશર્ટ ઉતાર્યા ત્યાર બાદ લોકોને ખબર પડી હતી કે તેની છાતીમાં ગોળી મારી દેવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હીઃ નાની મજાકમાં હત્યા થઈ જવાના બનાવ અવાર નવાર સામે આવતા રહે છે. નવી દિલ્હીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક 20 વર્ષના ડાન્સ ઇન્સ્ટ્રક્ટરની એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન હત્યા કરી નાખવામાં આવી છે. ડાન્સ ઇન્સ્ટ્રક્ટરે શોભાયાત્રા દરમિયાન ડાન્સ કરી રહેલા એક યુવકના ડાન્સ સ્ટેપ્સની મજાક ઉડાવી હતી. જે બાદમાં યુવકે ગુસ્સામાં આવીને તેને ગોળી મારી દીધી હતી.

આ બનાવ એક વ્યક્તિના મોબાઇલ ફોનમાં કેદ થઈ ગયો હતો. જે મધ્ય દિલ્હીમાં એક મંદિર નજીક યોજાયેલી શોભાયાત્રાને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો. અવિનાશ સંઘવાન નામના ડાન્સ ઇન્સ્ટ્રક્ટરને જ્યારે ગોળી મારી દેવામાં આવી ત્યારે હાજર ઘણા લોકોને ખબર પણ પડી ન હતી. અવિનાશે જ્યારે તેનું ટિશર્ટ ઉતાર્યા ત્યાર બાદ લોકોને ખબર પડી હતી કે તેની છાતીમાં ગોળી મારી દેવામાં આવી છે. આ બનાવ બુધવારે સવારે 11.30 વાગ્યા બન્યો હતો.

આ પણ વાંચોઃ USમાં વધુ એક ગુજરાતીની હત્યા, મહેસાણાના 22 વર્ષિય યુવકને ગોળી મારી

હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે અવિનાશના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે, "વાલ્મીકિ જયંતિની ઉજવણીના ભાગરૂપે તે લોકો મંદિર માર્ગ ખાતે આવેલા વાલ્મીકિ મંદિર ખાતે ડાન્સ કરી રહ્યા હતા. અવિનાશ પણ મંદિરની બાજુમાં ડાન્સ કરી રહ્યો હતો. આ સમયે તેની બાજુમાં એક અન્ય યુવક પર ડાન્સ કરી રહ્યો હતો. અજાણ્યા વ્યક્તિના ડાન્સ સ્ટેપ્સને લઈને અવિનાશે તેની મજાક ઉડાવી હતી."

મિત્રોએ વધુમાં જણાવ્યું કે, "બાદમાં અજાણ્યો વ્યક્તિ તેની બાજુમાં આવ્યો હતો અને તેને ધક્કો મારી દીધો હતો. તે ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો હતો પરંતુ થોડા સમય બાદ પરત આવ્યો હતો. તેની સાથે તેના બે મિત્રો પણ હતા. તમામ લોકો ડાન્સમાં જોડાઈ ગયા હતા. થોડીવાર બાદ અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. અમે કંઈ સમજીએ તે પહેલા જ અવિનાશ રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો હતો. બાદમાં તેને લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો."

વીડિયોમાં જુઓઃ અમદાવાદની ચકચારી 'સજની'  હત્યાકાંડનો ઘટનાક્રમડોક્ટરના જણાવ્યા પ્રમાણે ગોળી વાગવાને કારણે અવિનાશનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ચુક્યું હતું.
First published: October 26, 2018, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading