દિલ્હીના નરેલામાં કાલદા શતાબ્દી એક્સપ્રેસથી ટકરાતા 20થી વધારે ગાયોના મોત

દિલ્હીના નરેલામાં કાલદા શતાબ્દી એક્સપ્રેસથી ટકરાતા 20થી વધારે ગાયોના મોત
દિલ્હીના નરેલા વિસ્તારમાં કાલદા એક્સપ્રેસથી ટકરાતા 20થી વધારે ગાયોના મોત થયા

 • Share this:
  દિલ્હીના નરેલા વિસ્તારમાં કાલદા એક્સપ્રેસથી ટકરાતા 20થી વધારે ગાયોના મોત થયા છે. રેલવે ટ્રેક પર ફુલ સ્પીડથી આવે રહેલી ટ્રેનની ટક્કરથી ગાયોના મોત થયા છે. ઘટના સમયે ટ્રેનની ઝડપ એટલી ફાસ્ટ હતી કે ટકરાયેલી ગાયો ઘણી દૂર જઈને પડી હતી. આ ઘટનાથી રેલેવની અવર-જવર ઉપર પણ અસર પડી હતી.. ઉત્તર રેલવેએ કહ્યું હતું કે ઘટના સાંજે 5.45 કલાકે બની હતી, જ્યારે હોલમ્બી કલા અને નરેલા વચ્ચે ગાયોનું એક ટોળુ રેલવે ટ્રેક પર જઈ રહ્યું હતું.

  ઘટનાસ્થળે પહોંચેલ બચાવ દળ ઝડપથી રેલવે ટ્રેક પર સફાઇ કરી રહ્યા છે. મૃતક ગાયોને ટ્રેક પરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાસ્થળે પોલીસની ટીમ પર પહોંચી છે.  રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે ત્યાં હાજર રહેલા રેલવે કર્મચારીઓએ ગાયોની ત્યાંથી ખસેડી હતી. દુર્ઘટના એટલી ભયંકર હતી કે રેલવેના પાટાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઘટના પછી ટ્રેન સાંજે 7 કલાકે દુર્ઘટનાના સ્થળેથી રવાના થઈ હતી. પ્રવક્તાએ કહ્યું હતું કે ગાયોનું ટોળુ જોઈને ડ્રાઇવર ઇમરજન્સી બ્રેક લગાવી હતી પણ ગાય ટ્રેનની અડફેટે આવી ગઈ હતી.
  ટ્રેન ઘણી ઝડપથી દોડી રહી હતી.
  Published by:Ashish Goyal
  First published:August 08, 2018, 21:42 pm