Home /News /india /

રાજસ્થાન: અઢી લાખ લોકો સાથે યોગ કરીને રામદેવ બાબાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

રાજસ્થાન: અઢી લાખ લોકો સાથે યોગ કરીને રામદેવ બાબાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશભરમાં મોટી સંખ્યામાં લોકો યોગાભ્યાસમાં જોડાયા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં યોગ કાર્યક્રમમાં લગભગ 55 હજાર લોકો સાથે યોગાસન કર્યા છે. જ્યારે કોટામાં બાબા રામદેવે 1.5 લાખ લોકો સાથે યોગ કર્યાં.

    કોટામાં બાબા રામદેવની સાથે યોગ સત્રમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ભાગ લીધો હતો.

    રાજસ્થાનમાં આજે રામદેવ બાબાએ 1.5 લાખ લોકો સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.


    યોગાભ્યાસ દરમિયાન એક વ્યક્તિએ 1 કલાક 3 મિનિટ સુધી શીર્ષાસન કર્યું. છેલ્લો રેકોર્ડ 1 કલાકનો હતો. સાથે જ એક વ્યક્તિએ અઢી હજાર પુશઅપ્સ કર્યાં છે.

    આજે ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેહરાદૂનમાં યોગ દિવસ કાર્યક્રમમાં શામેલ થયા છે. ત્યાં તેમણે સામાન્ય જનતા સાથે યોગ કર્યા. મોદી દેહરાદૂનના એફઆરઆઇ કેમ્પસમાં 55000 લોકો સાથે યોગ કર્યા. તેમની સાથે મંચ પર રાજ્યપાલ ડો.કે.કે.પોલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કેન્દ્રીય આયુષ મંત્રી અને ઉત્તરાખંડના આયુષ મંત્રી હરક સિંહ રાવત સામેલ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: International yog day, Yog, બાબા રામદેવ, વિશ્વ વિક્રમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन