Home /News /india /બે કિશોરીઓએ મદદ માંગી, 11 યુવકો પહોંચ્યા અને હવસનો શિકાર બનાવી!

બે કિશોરીઓએ મદદ માંગી, 11 યુવકો પહોંચ્યા અને હવસનો શિકાર બનાવી!

પ્રતિકાત્મક તસવીર

ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓની ઉંમર 18થી 28 વર્ષ છે. 16મી ઓગસ્ટના રોજ કિશોરીઓ તેના પાડોશીઓ સાથે બહાર જઈ રહી હતી ત્યારે બનાવ બન્યો હતો.

ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓની ઉંમર 18થી 28 વર્ષ છે. 16મી ઓગસ્ટના રોજ કિશોરીઓ તેના પાડોશીઓ સાથે બહાર જઈ રહી હતી ત્યારે બનાવ બન્યો હતો.

લોહાર્દગા, ઝારખંડઃ ઝારખંડના લોહાર્દગા જિલ્લામાં બે સગીર છોકરીઓ પર 11 યુવકોએ બળાત્કાર ગુજાર્યાના સમાચાર સામે આવ્યા છે. બંને યુવતીઓએ તેના મિત્ર પાસેથી મદદ માંગી હતી. જોકે, તેના મિત્રએ મદદ ન કરતા તેના 11 મિત્રોને કિશોરીઓ પાસે મોકલ્યા હતા, જેમણે બંનેને પોતાના હવસનો શિકાર બનાવી હતી. પોલીસે આ કેસમાં કિશોરીઓની ફરિયાદના આધારે 11 યુવકોની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઉંમર 18થી 28 વર્ષ વચ્ચેની છે. આ તમામ લોકોએ 16મી ઓગસ્ટના રોજ બંને કિશોરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.

મળી રહેલી માહિતી પ્રમાણે બળાત્કારનો ભોગ બનેલી એક કિશોરીએ તેનું મોટરસાઇકલ ખરાબ થતાં મદદ માટે તેના એક મિત્રને ફોન કર્યો હતો. જોકે, મિત્રએ મદદ કરવાને બદલે તેના 11 મિત્રોને કિશોરી પાસે મોકલ્યા હતા. બંને કિશોરી તેના પાડોશી સાથે કોઈ જગ્યાએ જઈ રહી હતી. ઘટનાસ્થળે પહોંચેલા 11 યુવકોએ કિશોરી સાથે રહેલા પાડોશીઓને માર માર્યો હતો અને ત્યાંથી ભગાડી મૂક્યા હતા.

બાદમાં 11 યુવકો આ બંને કિશોરીઓને કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને બંને પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ કિશોરીઓના મોબાઇલ ફોન પણ સાથે લઈ ગયા હતા. ધરપકડ કરવામાં આવેલા એક આરોપીના ઘરેથી આ ફોન મળ્યા આવ્યા છે.

આ બનાવ અંગે સદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
First published:

Tags: Jharkhand