Home /News /india /

19 વર્ષની છોકરીએ બનાવી 'રેપ-પ્રુફ' અન્ડરવેઅર

19 વર્ષની છોકરીએ બનાવી 'રેપ-પ્રુફ' અન્ડરવેઅર

    ઉત્તર પ્રદેશના એક ફર્રુખાબાદ જિલ્લાના સામાન્ય પરિવારની સીનુ કુમારીએ 'રેપ પ્રુફ' અંડરવિયર બનાવી છે. આ અંડરવિયરમાં સ્માર્ટ લોક લગાવવામાં આવી છે જે પાસવર્ડથી જ ખુલે છે.

    આ બુલેટ પ્રુફ અને કડ પ્રુફ છે. એને ન તો કાપી શકાય છે અને તેની પર ગોળીની પણ કોઈ અસર થતી નથી.

    રેપ પ્રુફ અંડરવિયરમાં લાગેલ જીપીએસ લોકેશનની યોગ્ય જાણકારી આપશે અને ઘટનાસ્થળની વાતચીત રેકોર્ડ કરશે. વીડિયો રેકોર્ડર હુમલાખોરનો ચહેરો પણ કેદ કરી લેશે. બીએસસીની વિદ્યાર્થી સીનુએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તે એવું કરવા માંગતી હતી જેના કારણે મહિલાઓ પર થતાં અત્યાચારોને તે રોકી શકે.



    સીનુએ કહ્યું કે, 'હું રેપની ઘટનાઓથી દુખી હતી. એક દિવસ સાત વર્ષની છોકરી સાથે રેપ અને દળુ દબાવીને તેની હત્યાના સમાચાર વાંચીને હું અંદરથી હાલી ગઈ હતી. તે જ સમયે મેં મનમાં ધાર્યું કે મારે કાંઈ કરવુ છે. પછી મને એવી પેન્ટી બનાવવાનો વિચાર આવ્યો કે જેનાથી કે તેને રોકી શકાય.



    આ એક મહિનાની મહેનતથી તૈયાર થઈ છે.' બ્લેડપ્રુફ કપડાની પેન્ટીમાં એક બટન લાગેલું છે જે દબાવવાથી 100 કે 190 નંબર પર ઓટોમેટીકલી ફોન થઈ જાય છે. જીપીએસ સિસ્ટમની મદદથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી શકશે. સોનુ કહે છે કે, કંપનીઓની મદદથી આને વધારે સુધારી શકાય છે. આને તૈયાર કરવામાં લગભગ 5000 રૂપિયાનો ખર્ચ થયો છે.
    First published:

    Tags: Underwear, Women safety, બળાત્કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन