Home /News /india /

ચેન્નાઇમાં 11 વર્ષની બાળકી સાથે 7 મહિના સુધી થયું દુષ્કર્મ, 18 સામે ફરિયાદ

ચેન્નાઇમાં 11 વર્ષની બાળકી સાથે 7 મહિના સુધી થયું દુષ્કર્મ, 18 સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

    તમિલનાડુની રાજધાની ચેન્નાઇમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. ચેન્નાઇના એક એપાર્ટમેન્ટમાં 11 વર્ષની બાળકીની સાથે સાત  મહિના સુધી રેપ થતો રહ્યો. આ રેપના આરોપમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બિલ્ડિંગનો સિક્યોરિટી ગાર્ડ પણ સામેલ છે.

    બાળકીને બેભાન કરવાની દવાઓ અને નશીલો પદાર્થ મેળવીને કોલ્ડ ડ્રિન્ક પીવળાવવામાં આવતી હતી. પોલીસનું કહેવું છે કે તેને બ્લેકમેઇલ પણ કરવામાં આવતી હતી. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં બિલ્ડીંગનો લિફ્ટમેન અને વોટર સપ્લાયર પણ સામેલ હતાં.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાએ પોતાની મોટી બહેનને આ વાતની જાણ કરી હતી. જે પછી તેની બહેને પરિવારને આ જણાવ્યું અને રવિવારના રોજ આ મામલા અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

    અધિકારીએ જણાવ્યું કે પીડિતાની માતાએ આ અંગેની ફરિયાદ 15 લોકો સામે નોંધાવી હતી. માતાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે 18 લોકોએ અલગ અલગ દિવસે એપાર્ટમેન્ટની અંદર અલગ અલગ જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું. પોલીસ અધિકારીએ કહ્યું કે, 'આ અંગે અમે પૂછપરછ કરી રહ્યાં છે અને બાળકીને મંગળવારે મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઇ જવામાં આવશે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor rape, Tamilnadu, ચેન્નાઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन