મહારાષ્ટ્રમાં હિંસાઃ કિશોરનું મોત, લાઠીચાર્જમાં જીવ ગયાનો આક્ષેપ

મહારાષ્ટ્રમાં હિંસાઃ કિશોરનું મોત, લાઠીચાર્જમાં જીવ ગયાનો આક્ષેપ
દેખાવકારો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જાધવનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં થયું છે.

દેખાવકારો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જાધવનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં થયું છે.

 • Share this:
  મુંબઈઃ મહારાષ્ટ્રમાં બુધવારે દલિત સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધ દરમિયાન નાંદેડમાં એક 16 વર્ષના કિશોરનું મોત થયું છે. બંધ દરમિયાન કિશોર રસ્તો બ્લોક કરનાર ટોળામાં સામેલ હતો. જોકે, એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ટોળાને ખસેડવા માટે પોલીસે કરેલા લાઠીચાર્જમાં તેનું મોત થયું છે.

  પોલીસના જણાવ્યા પ્રમાણે નાંદેડના હડગાંવ વિસ્તારમાં બપોર પછી વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ રસ્તો બ્લોક કરી રાખ્યો હતો. ટોળામાં યોગેશ જાધવ નામનો એક કિશોર પણ સામેલ હતો. પોલીસે ટોળાને ત્યાંથી ખસેડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતાં. જેમાં થયેલી ભાગદોડમાં યોગેશનું મોત થયું હતું.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેખાવકારોને ખસેડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી હતી ત્યારે યોગેશે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને જમીન પર પટકાયો હતો. તેના માથા અને શરીરના ભાગે ઈજા પહોંચી હતી.

  હડગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સપેક્ટર કેશવ લતપાટેએ કહ્યું હતું કે, જાધવને હડગાંવની હોસ્પિટલમાં ખસેડવામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

  અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેખાવકારો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જાધવનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં થયું છે.
  First published:January 04, 2018, 09:36 am