પાકિસ્તાનમાં 15 વર્ષની શીખ કિશોરી પર એમ્બ્યુલન્સમાં બળાત્કાર

પ્રતિકાત્મક તસવીર

કિશોરીના પિતાએ જણાવ્યું કે, "અમે એમ્બ્યુલન્સ નજીક પહોંચ્યાં ત્યારે તેમાંથી કિશોરીની બૂમોનો અવાજ સંભળાઈ રહ્યો હતો."

 • Share this:
  લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ઍમ્બ્યુલન્સમાં બે લોકોએ 15 વર્ષની એક શીખ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે રવિવારે આ બાબતે જણાવતા કહ્યું કે, તે નનકાના સાહેબ શહેરમાં સ્થિત એક ગુરુદ્વારા પાસેથી ગાયબ થઈ હતી. તે ઘરે પાછી ન આવતાં પરીવારજનોએ પોલીસને આ સૂચના આપી.

  કિશોરીના પિતાએ જણાવ્યું કે નનકાના બાયપાસ પર પંજાબ આપાત સેવાની એક ઍમ્બ્યુલન્સ જોઈ હતી. ઍમ્બ્યુલન્સમાંથી અમે છોકરીના ચીખવાનો અવાજ સાંભળ્યો. અમે જલ્દીથી વાહન સુધી પહોંચ્યા અને જોયું તો બે લોકો કિશોરીનું યૌન શોષણ કરી રહ્યા હતા. આરોપીઓએ કિશોરીને બે કિલોમીટર દૂર ગાડીમાંથી બહાર ફેંકી ભાગી ગયા.

  નનકાના શહેરના પોલિસ અધિકારી નદીમ અહમદે જણાવ્યું કે, આ સંબંધમાં એહસાન અલી અને સમીર હૈદર વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. તેઓ બંને સરકારી કર્મચારી છે અને બંનેની ધરપકડ પણ કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ સુરત બળાત્કાર કેસઃ યુવતીને સાધુ સુધી પહોંચાડનારી મહિલા કોણ?

  કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, અહીં તેની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત યુવતીનું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવ્યું છે.

  ઇમરજન્સી સેવા 1122ના પ્રવક્તા મુહમ્મદ ફારુકે જણાવ્યું કે, તેમના વિભાગે તેના બે કર્મી દ્વારા આચરવામાં આવેલા કૃત્યની તપાસ માટે એક તપાસ સમિતિ બનાવી છે. 14 વર્ષના ઇતિહાસમાં આવું પ્રથમ વખથ બન્યું છે જ્યારે બંને શકમંદોએ પોતાની ફરજ ભૂલી હોય.
  Published by:Vinod Zankhaliya
  First published: