મૈનપુરી જનપદના એલાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે શાળામાંથી પરત ફરી રહેલી 11માની વિદ્યાર્થીની હત્યા કરીને તેનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો છે. હત્યા પછી તેને આત્મહત્યામાં ગણાવવા માટે મૃતદેહને દુપટ્ટાનો ફંદો બનાવીને ઝાડ પર લટકાવી દીધો છે. સ્થાનિક લોકોએ આ ઘટનાને જોઇ લીધી હતી અને હત્યામાં શામેલ ત્રણેવને પકડીને પોલીસના હવાલે કરી દીધા છે. જ્યારે એક આરોપી ફરાર છે.
ગ્રામીણોનું કહેવું છે કે છોકરાઓ વિદ્યાર્થીનીઓની સાથે છેડછાડ કરી રહ્યાં હતાં. વિદ્યાર્થીનીએ વિરોધ કર્યો તો તેની મારી મારીને હત્યા કરી દીધી છે.
પોલીસ હાલ પકડાયેલ યુવકો સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
મૃતદેહને દુપટ્ટાનો ફંદો બનાવીને મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો છે
જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની શાળામાં ગાંધી જયંતીના કાર્યક્રમ પછી ઘરે પરત આવી રહી હતી. આ દરમિયાન દૂર્ઘટના ઘટી હતી. કેટલાક લોકોએ જણાવ્યું કે રસ્તે ચાલતા અને સ્થાનિકોએ ત્રણ યુવકોને છોકરીની સાથે મારામારી કરતા જોયા હતાં. પોલીલે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એક ફરાર છે તેની શોધ ચાલી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર