જમ્મુ કાશ્મીરનાં સાપોરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 15 લોકો ઘાયલ

News18 Gujarati
Updated: October 28, 2019, 5:55 PM IST
જમ્મુ કાશ્મીરનાં સાપોરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 15 લોકો ઘાયલ
પ્રતિકાત્મક તસવીર

આ હુમલો સોપોરમાં હોટલ પ્લાઝા પાસે થયો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ કાશ્મીરનાં (Jammu Kashmir) સોપોરમાં (Sapore) આજે એટેલે સોમવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. જેમાં 15 લોકોનાં ઘાયલ થવાનાં સમાચાર મળી રહ્યાં છે. આતંકીઓએ સુરક્ષાબળોને નિશાનો બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતા. ઘાયલોમાં એક મહિલા પણ સામેલ છે. આ ઉપરાંત ઘાયલોમાંથી ત્રણની હાલત ગંભીર છે. સુરક્ષા દળ સતર્ક થઇ ગયા છે અને આખા વિસ્તારની નાકાબંધી કરીને તપાસમાં વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં છે.

આ હુમલો સોપોરમાં હોટલ પ્લાઝા પાસે થયો હતો. હુમલો સાંજે અંદાજે 4.15 વાગ્યે થયો હતો. CRPFના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
First published: October 28, 2019, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading