ન્યૂઝ18 ગુજરાતી : મહારાષ્ટ્રનાં પુણેમાં શનિવારે મોટી દુર્ઘટના થઇ છે. કોંઘવા વિસ્તારમાં દીવાલ ઘરાશાયી થવાને કારણે 15 લોકોનાં મોત થયા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ છે. કાટમાળમાં ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત કામ ચાલુ છે. ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઇ છે. અત્યાર સુધી બે લોકોને સુરક્ષિત નીકાળી લેવામાં આવ્યાં છે.
ખબરો પ્રમાણે કોંઘવા વિસ્તારમાં દીવાલ ઘરાશાયી થઇ ગઇ. કાટમાળમાં 3 લોકો ફસાયેલા છે જેમને બહાર લાવવાનું કામ શરૂ છે. કુલ 15 લોકોથી વધારે લોકો અંદર ફસાયેલા હોવાની આશંકા છે.
આ ઘટના પુણેનાં તાલાબ મસ્ઝિદ વિસ્તારની છે. આ દુર્ઘટનાનું કારણ અતિભારે વરસાદ જણાવવામાં આવી રહ્યું છે. અહીંયા એક સોસાયટીનું બની રહી હતી. જેની પાસે મજૂરોને રહેવા માટે કાચા મકાન બનાવવામાં આવ્યાં હતાં. આ બિલ્ડીંગની દીવાલ મજૂરોનાં રહેતા હતાં ત્યાં જ પડી.
આ પણ વાંચો : ભારે વરસાદથી મુંબઈ પાણી-પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ, પાણીમાં ડુબ્યા રસ્તા
શુક્રવારે મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભારઇ ગયાં હતાં. ભારે વરસાદને કારણે ઓટો રિક્ષા સ્ટેન્ડ પર વૃક્ષ પડવાથી 3 લોકો ઘાયલ થયા હતાં. જ્યારે પાણીમાં કરંટ ફેલાઇ જવાથી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.
Published by:News18 Gujarati
First published:June 29, 2019, 07:28 am