આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં એક ભયાનક દૂર્ઘટના થઇ છે. જેમાં ક્વારી પાસે મોટો બ્લાસ્ટ થવાથી 15 મજૂરોના માર્યા જવાની ખબર છે. સાથે જ ઘણાં મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં છે. મજૂરોના મૃતદેહો બોમ્બ બ્લાસ્ટના કારણે જ્યાં ત્યાં પડ્યા હતાં. મરનારોની સંખ્યા વધી શકે છે.
એક તપાસ અધિકારીને ફોન પર જણાવ્યું કે તમામ મૃતકો ઓડિશાના રહેવાશી હતાં અને અહીંયા કામ માટે આવ્યાં હતાં. આ વિસ્ફોટ તે સમયે થયો જ્યારે અલુરૂ મંડળ અંતર્ગત હાથી બેલગલમાં ખોદવાનું કામ ચાલું હતું.
અધિકારીઓએ કહ્યું કે,' પથ્થર તોડવા માટે વપરાતા સાધનમાં વિસ્ફોટ સમયે ઓછામાં ઓછા 20 મજૂરો ત્યાં હાજર હતાં. અચાનક થયેલા વિસ્ફોટમાં શ્રમિકો ફસાઇ ગયા અને નાસભાગ મચી ગઇ હતી. '
Image: ANI
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તથા નેતા વાઇ એસ જગનમોહન રેડ્ડીએ આ દૂર્ઘટના પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.
વિસ્ફોટને કારણે સ્થાનિક લોકોમાં ડરનું વાતાવરણ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર