Home /News /india /

રાહુલ ગાંધીનો 14મો સવાલઃ ઉનાની દર્દનાક ઘટના પર મોદી મૌન કેમ?

રાહુલ ગાંધીનો 14મો સવાલઃ ઉનાની દર્દનાક ઘટના પર મોદી મૌન કેમ?

દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદીને ઘેરી રહેલા રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને મોદીને ફરી એક પ્રશ્ન પૂછ્યો છે. રાહુલે આ વખતે ગુજરાતમાં દલિતોને થયેલા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો છે.

દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદીને ઘેરી રહેલા રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને મોદીને ફરી એક પ્રશ્ન પૂછ્યો છે. રાહુલે આ વખતે ગુજરાતમાં દલિતોને થયેલા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો છે.

અમદાવાદઃ દરરોજ કોઈને કોઈ મુદ્દે મોદીને ઘેરી રહેલા રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને મોદીને ફરી એક પ્રશ્ન પૂછ્યો છે. રાહુલે આ વખતે ગુજરાતમાં દલિતોને થયેલા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલે સવાલ કર્યો છે કે મોદી ઉનાની દર્દનાક ઘટના પર મૌન કેમ છે?

રાહુલે શું ટ્વિટ કર્યું?

ન જમીન, ન રોજગાર, ન સ્વાસ્થ્ય, ન શિક્ષા
ગુજરાતના દલિતોને મળી માત્ર અસુરક્ષા
ઉનાની દર્દનાક ઘટના પર મોદીજી કેમ મૌન?
આ ઘટનાની જવાબદારી લેશે કોણ?
કાયદા તો અનેક બન્યા દલિતોના નામે
પણ તેમને સાચો અંજામ કોણ આપશે?

13મો સવાલઃ કોના અચ્છા દિન માટે બનાવી સરકાર?

કહેતા હતા કે અમારી સરકાર જવાબદાર સરકાર છે, તો લોકપાલનો અમલ કેમ ન કર્યો?
GSPC, વીજળી-મેટ્રો ગોટાળા, શાહ-જાદા પર દર વખતે મૌન, મિત્રોના ખિસ્સા ભરવા તત્પર,
લાંબુ છે લિસ્ટ,
'મૌનસાહેબ' પાસે જવાબની આશા, કોના અચ્છા દિન માટે બનાવી સરકાર?

12મો સવાલઃ શું જવાબદારી લેશે આપની સરકાર?


નાના વેપારીઓના ધંધા છે ત્રસ્ત...મોટા ઉદ્યોગપતિઓ છે મસ્ત
GST અને નોટબંધીનો માર..સુરત, રાજકોટ, અલંગ અને અંજાર
નષ્ટ થયા ગુજરાતના વેપાર...શું જવાબદારી લેશે આપની સરકાર?

11મો સવાલઃ શિક્ષણ કેન્દ્રોની ઈમાનદારી કેમ વેચી દીધી મોદીજી?

80% એન્જિનિયરો બેકાર, ટાટા નેનો જુમલા, ચાલી નહીં આ કાર,
નોકરી માંગનારને મળે છે ગોળી, યુવાઓના ભવિષ્યની લગાવી દીધી બોલી,
શિક્ષા, શિક્ષણ વેચી દીધા, સ્કૂલ-કોલેજ બની ગઈ દુકાનો, શિક્ષણ કેન્દ્રોની ઈમાનદારી કેમ વેચી દીધી મોદીજી?

દસમો સવાલઃ ક્યાં ગયા વનબંધુ યોજનાનાં 55 હજાર કરોડ?

આદિવાસીઓની છીનવી જમીન, ન આપ્યો જંગલ પર અધિકાર, અટકી પડ્યા છે લાખો જમીનનાં પટ્ટા, ન ચાલી સ્કૂલ, ન મળી હોસ્પિટલ, બેઘરોને ન મળ્યા ઘર, યુવાનોને ન મળ્યો રોજગાર, મોદીજી ક્યાં ગયા વનબંધુ યોજનાનાં 55 હજાર કરોડ?

નવમો સવાલઃ પીએમ જવાબ આપે, ખેડૂતો સાથે સાવકો વ્યવહાર કેમ?

ન કર્યું દેવું માફ, ન આપી પાકની યોગ્ય કિંમત, પાક વીમાની રકમ પણ ન મળી, ટ્યૂબવેલની વ્યવસ્થા પણ ન થઈ, ખેતી પર ગબ્બરસિંહનો માર, જમીન છીનવી અન્નદાતાને કર્યા બેકાર, પીએમ જવાબ આપે, ખેડૂતો સાથે સાવકો વ્યવહાર કેમ?

આઠમો સવાલઃ શું આજ છે તમારા સ્વાસ્થ્ય પ્રબંધનો કમાલ?

39% બાળકો કુપોષણનો શિકાર, દર 1000માંથી 33 નવજાત મોતનો શિકાર, સારવારના વધી રહેલા ભાવ, ડોક્ટરોનો ઘોર અભાવ, ભૂજમાં 'મિત્ર'ને 99 વર્ષ માટે આપી સરકારી હોસ્પિટલ શું આજ છે તમારા સ્વાસ્થ્ય પ્રબંધનો કમાલ?

સાતમો સવાલઃ બસ અમીરો કી હોગી ભાજપ સરકાર?

જુમલો કી બેવફાઈ માર ગઈ, નોટબંધી કી લુટાઈ માર ગઈ, GST સારી કમાઈ માર ગઈ, બાકી કુછ બચા તો..મહંગાઈ માર ગઈ, બઢતે દામો સે જુના દુશ્વર, બસ અમીરો કી હોગી ભાજપ સરકાર?

છઠ્ઠો સવાલઃ ફિક્સ-કોન્ટ્રાક્ટરોને રૂ. 5,500-10,000 વેતન જ કેમ?

22 વર્ષોનો હિસાબ. ગુજરાત માંગે જવાબ. ભાજપનો બેવડો માર. એક તરફ યુવા બેરોજગાર. બીજી તરફ ફિક્સ પગારદાર અને કોન્ટ્રાક્ટ કર્મચારી બેહાલ. સાતમા પગાર પંચમાં રૂ. 18,000 માસિક પગાર હોવા છતા ફિક્સ અને કોન્ટ્રાક્ટ પગાર રૂ.5,5૦૦ અને રૂ.10,000 કેમ?

પાંચમો સવાલઃ ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો?

ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું માત્ર શોષણ. આંગણવાડી વર્કર અને આશા, સૌને આપી માત્ર નિરાશા. ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો, પૂરો કરવાનો ક્યારેય ન હતો ઈરાદો.

ચોથો સવાલઃ ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર?

શિક્ષણ વ્યવસ્થાનો કર્યો વેપાર, મોંઘી ફીથી વિદ્યાર્થીઓ પર બોજો. ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર? સરકારી શિક્ષણના ખર્ચ પર ગુજરાત દેશમાં 26માં નંબરે કેમ? યુવાનોએ શું ભૂલ કરી?

ત્રીજો સવાલઃ વીજળી ખરીદી ખાનગી કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા?

રાહુલે મોદીને સવાલ કરતા ટ્વિટમાં લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ. ગુજરાત માગે જવાબ. પ્રધાનમંત્રીજીને ત્રીજો સવાલ. 2002-16 વચ્ચે રૂ.62,549 કરોડની વીજળી ખરીદીને 4 ખાનગી કંપનીઓનાં ખિસ્સા કેમ ભર્યા? સરકારી વીજળી કારખાનાઓની ક્ષમતા 62% ઘટાડી પણ ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3 પ્રતિ યુનિટની વીજળી રૂ.24માં કેમ ખરીદી? પ્રજાની કમાણી કેમ લૂંટાવી?

બીજો સવાલઃ તમારા ગેરવહીવટના ખર્ચની સજા ગુજરાતની જનતા કેમ ચૂકવે?

રાહુલે ટ્વિટ કરીને મોદીને સવાલ કર્યો છે કે ગુજરાત ઉપર આટલું બધું દેવું છે તો તમારા ગેરવહીવટની સજા પ્રજા કેમ ભોગવે? રાહુલે ટ્વિટ પર લખ્યું છે કે, 1995માં ગુજરાતના માથે 9,183 કરોડનો બોજ. 2017માં ગુજરાતના માથે 2,41,000 કરોડનો બોજ. દરેક ગુજરાતી પર 37,000નું દેવું. તમારા નાણાકીય ગેરવહીવટ અને પ્રચાર ખર્ચની સજા ગુજરાતની જનતા કેમ ચૂકવે?

પ્રથમ સવાલઃ ઘરનું વચન પુરું કરતા શું 45 વર્ષ લાગશે?

રાહુલે ગુજરાત મુલાકાત પહેલા એક ટ્વિટ કરીને મોદી પાસેથી ગુજરાતના 22 વર્ષનો હિસાબ માંગ્યો હતો. રાહુલે ટ્વિટર પર લખ્યું છે કે, '22 વર્ષનો હિસાબ, ગુજરાત માંગી રહ્યું છે જવાબ. 2012માં વચન આપ્યું હતું કે, 50 લાખ નવા ઘર બનશે. 5 વર્ષમાં માત્ર 4.72 લાખ ઘર બન્યા. પ્રધાનમંત્રીજી અમને જણાવો કે શું આ વચન પુરું કરતા 45 વર્ષ લાગશે?'
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन