ઉત્તર પ્રદેશના ભદોહીમાં ભીષણ ધમાકાથી 13ના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલું

ઉત્તર પ્રદેશના ભદોહીમાં ભીષણ ધમાકાથી 13ના મોત, રેસ્ક્યુ ઓપરેશન ચાલું

ઉત્તર પ્રદેશના ભદોહીમાં શનિવારે એક મકાનમાં ભીષણ વિસ્ફોટ થયો

 • Share this:
  ઉત્તર પ્રદેશના ભદોહીમાં શનિવારે એક મકાનમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. જ્યારે કાટમાળમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દબાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એટીએસ અને બોમ્બ સ્કવોડ પર પહોંચી ગયા છે. મોતની સંખ્યા વધી શકે છે.

  આઈજી પીયુષ શ્રીવાસ્તવે 10 લોકોના મોતની પૃષ્ટી કરી હતી. જોકે આ પછી આંકડો વધીને 13 થઈ ગયો છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ફટાકડાના બારુદથી વિસ્ફોટ થયો છે. હાલ પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

  આ ઘટના ચૌરી ક્ષેત્રના રોટહાં ગામમાં બની છે.જ્યાં એક ફટાકડાના વ્યવસાયીના ઘરમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે આખું મકાન ધ્વસ્ત થયું હતું. જાણકારી પ્રમાણે ભદોહી-બાબતપુર માર્ગ પર આવેલા રોહટાં ગામમાં ઇરફાન મંસૂરી દારુગોળો બનાવવાનું અને વેચવાનું કામ કરતો હતો. તેણે પોતાના મકાનમાં ફટાકડાની દુકાન બનાવી રાખી હતી. આ દરમિયાન મકાનમાં અચાનક ભીષણ વિસ્ફોટ થયો હતો.

  આ પણ વાંચો - કરાંચી બેકરી પર લોકોને આવ્યો ગુસ્સો, ઢાંકવુ પડ્યું દુકાનનું નામ  જિલ્લાધિકારી રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટમાં પાડોશી મુદસ્સિરની દુકાન પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે શવ અને મકાનમાં રહેલો સામાન 400 મીટર દૂર ફેકાયા હતો. આસપાસના ઘણા મકાનના કાચ પણ તુટી ગયા હતા.
  Published by:Ashish Goyal
  First published: