USનાં વર્જીનીયા મ્યુનિ. સેન્ટરમાં કર્મચારીએ કર્યો ગોળીબાર, 12 સહકર્મીનાં મોત, 6 ઘાયલ

જવાબી કાર્યવાહી કરતા પોલીસે ગોળીબાર કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે.

News18 Gujarati
Updated: June 1, 2019, 8:04 AM IST
USનાં વર્જીનીયા મ્યુનિ. સેન્ટરમાં કર્મચારીએ કર્યો ગોળીબાર, 12 સહકર્મીનાં મોત, 6 ઘાયલ
જવાબી કાર્યવાહી કરતા પોલીસે ગોળીબાર કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે.
News18 Gujarati
Updated: June 1, 2019, 8:04 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકાનાં વર્જીનીયા વિસ્તારમાં એક વ્યક્તિએ સરકારી બિલ્ડીંગમાં ગોળીબાર કર્યો છે. આ દરમિયાન 12 લોકોનાં મોત નીપજ્યા છે અને છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. આ ગોળીબાર વર્જીનીયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં કરવામાં આવ્યો હતો. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ગોળીબાર કરનાર પણ અહીંનો જ કર્મચારી છે.  જવાબી કાર્યવાહી કરતા પોલીસે ગોળીબાર કરતા વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ગોળીબાર શુક્રવારે સાંજે 4 કલાકે થઇ હતી.

એક પોલીસકર્મી પણ ઘાયલ

ગોળીબાર કરવા પહોંચેલા પોલીસકર્મીઓમાંથી એક જ ઇજાગ્રસ્ત થયા છે. હજી આરોપીએ ગોળીબાર કેમ કર્યો તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસનું માનવું છે કે આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે.


Loading...



આમાં તેની સાથે કોઇ અન્ય સામેલ ન હતાં. આ ઘટના દરમિયાન આસપાસની દરેક બિલ્ડીંગને ખાલી કરાવી દીધી હતી. આ મામલામાં એફબીઆઈનાં અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

આ ગોળીબાર વર્જીનીયા બીચ મ્યુનિસિપલ સેન્ટરમાં કરવામાં આવ્યો હતો


એક વેબસાઇટ પ્રમાણે અમેરિકામાં માસ શૂટિંગની આ 150મી વારદાત છે. આ પહેલા પણ ઘણીવાર જોવા મળ્યું છે કે તણાવમાં રહેતા લોકોએ સામાન્ય માણસ પર ગોળીબાર કર્યો છે. કેટલાક વારદાતોમાં તો ગોળીબારી શાળાનાં બાળકોએ પણ કરી હતી.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...