મહારાષ્ટ્ર: મોડી રાતે ટ્રક સાથે વાન અથડાતા 11 લોકોનાં મોત, 4 ગંભીર

News18 Gujarati
Updated: December 9, 2018, 8:15 AM IST
મહારાષ્ટ્ર: મોડી રાતે ટ્રક સાથે વાન અથડાતા 11 લોકોનાં મોત, 4 ગંભીર
આ વેનમાં 14 લોકો સવાર હતાં.

જ્યારે વાન રાતે લગભગ 9.30 કલાકે કોરપના-વાણી રોડથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

  • Share this:
મહારાષ્ટ્રનાં ચંદ્રપુર જિલ્લામાં એક ટ્રક અને વાન અથડાતા શનિવારે રાતે સાત મહિલાઓ અને બે સગીરો સહિત ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે વાન રાતે લગભગ 9.30 કલાકે કોરપના-વાણી રોડથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. આ વાનમાં 14 લોકો સવાર હતાં.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાંની ખબર મળી રહી છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે.મળતી જાણકારી પ્રમાણે મૃતકોમાં 11 લોકોમાં વાન ડ્રાઇવર સહિત મહિલાઓ અને બે બાળકો સામેલ છે. ચંદ્રપુરના પોલીસ અધિક્ષક મહેશ્વર રેડ્ડીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે પ્રાથમિક તપાસ પ્રમાણે આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.
First published: December 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading