મહિલા અપરાધો સામે સક્રીય થઈ કેન્દ્ર સરકાર, કાનૂન મંત્રીએ કહ્યું - બે મહિનામાં પુરી થાય રેપની તપાસ

News18 Gujarati
Updated: December 7, 2019, 9:44 PM IST
મહિલા અપરાધો સામે સક્રીય થઈ કેન્દ્ર સરકાર, કાનૂન મંત્રીએ કહ્યું - બે મહિનામાં પુરી થાય રેપની તપાસ
મહિલા અપરાધો સામે સક્રીય થઈ કેન્દ્ર સરકાર, કાનૂન મંત્રીએ કહ્યું - બે મહિનામાં પુરી થાય રેપની તપાસ

કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું -કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે

  • Share this:
નવી દિલ્હી : મહિલાઓ સામે વધી રહેલા અપરાધ ઉપર લગામ લગાવવા માટે સરકાર હવે ફુલ એક્શન મૂડમાં છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જલ્દી દેશમાં વધારે નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court) બનાવવાની યોજના છે. જેમાં ન્યાયમાં ઝડપ લાવી શકાય. તેની સાથે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી આ પ્રકારના કેસમાં જલ્દીથી ન્યાય મળી શકે. ખાસ કરીને સગીરા સાથે બળાત્કાર જેવા મામલાનો ઉકેલ 2 મહિનાની અંદર કરાવવામાં આવશે.

કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેમાં 400 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા પર સહમતી બની ગઈ છે. હજુ દેશમાં 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ સંચાલિત થઈ રહી છે.

આ પણ વાંચો - બળાત્કાર સામે લોકો રસ્તા પર, ઇન્ડિયા ગેટ પર પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે હું બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બધા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખવા જઈ રહ્યો છું. જેમાં મારી અપીલ છે કે બળાત્કારના મામલા ખાસ કરીને સગીરા સાથે રેપના મામલા ઉકેલવા બે મહિનાની અંદર કરવામાં આવે. હું મારા વિભાગને પણ આ મામલે જરુરી નિર્દેશ આપી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ બળાત્કાર પીડિતા (Unnao Rape Victim) માટે ન્યાયની માંગણી કરી રહેલા લોકોએ શનિવારે રાજઘાટથી ઇન્ડિયા ગેટ (India Gate)સુધી કેન્ડલ માર્ચ કાઢ્યું છે. કેન્ડલ માર્ચ કાઢી રહેલા પ્રદર્શનકારીઓ ઉપર પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. આ લોકો ઉન્નાવ બળાત્કાર પીડિતા માટે ન્યાયની માંગણી કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેની શરુઆત શુક્રવારે પીડિતાના મોત પછી થઈ છે.
First published: December 7, 2019, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading