100 રૂપિયાની નવી નોટે વધાર્યું ટેન્શન! ATMમાં નાખ્યા પહેલા ખર્ચ થશે 100 કરોડ

News18 Gujarati
Updated: July 21, 2018, 4:07 PM IST
100 રૂપિયાની નવી નોટે વધાર્યું ટેન્શન! ATMમાં નાખ્યા પહેલા ખર્ચ થશે 100 કરોડ

  • Share this:
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટની પ્રથમ તસવીર જાહેર કરી દીધી છે. જોકે એટીએમને તેના લાયક બનાવવા માટે કંપનીઓએ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. નવા નોટનો આકાર હાલની 100 રૂપિયાની નોટથી અલગ હશે અને આ માટે એટીએમને રીકેલિબ્રેટ કરવું પડશે. એટીએમ ઓપરેશન ઇડસ્ટ્રીના મતે નવી નોટના કારણે દેશના 2.4 લાખ મશીનોને રીકેલિબ્રેટ કરવા પડશે. જેનો 100 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે હાલમા જ 200 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી અને આ માટે પણ એટીએમને રીકેલિબ્રેટ કરવું પડ્યું હતું. ઇડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું છે કે 200 રૂપિયાની નવી નોટ માટે બધા એટીએમનું રિકેલિબ્રેટ કરવાનું કામ ખતમ થયું નથી ત્યાં નવી નોટ આવી ગઈ છે.

100 રૂપિયાની નવી નોટ પર ફસ્યો ATMનો પેચ - રિઝર્વ બેન્કે 100 રૂપિયાની નવી નોટ લાવવાની જાહેરાત કરી છે. જોકે બધા એટીએમ પર આ નોટ મળતા 1 વર્ષનો સમય લાગી શકે છે. એટીએમ સર્વિસ આપતી કંપની એફએસએસના ડાયરેક્ટર, સીએટીએમઆઈ એન્ડના પ્રસિડેન્ટ વી બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે કોઈ નોટની સાઈઝમાં ફેરફાર થવાથી એટીએમને તે નોટની સાઇઝ પ્રમાણે રીકેલિબ્રેટ કરવું પડે છે. હવે સવાલએ છે કે અમે એટીએમને નવી અને જુની બંને નોટ પ્રમાણે કેવી રીતે રિકેલિબ્રેટ કરીએ.

લાગશે એક વર્ષ - હિતાચી પેમેન્ટ સર્વિસેજના એમડી લોની એન્ટનીનું કહેવું છે કે અમારું માનવું છે કે 100 રૂપિયાની નવી નોટના હિસાબે 2.4 લાખ એટીએમને રીકેલિબ્રેટ કરવામાં 12 મહિનાનો સમય લાગશે અને ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હાલ 200 રૂપિયાની નવી નોટના હિસાબે બધા એટીએમના રીકેલિબ્રેટ કરવાની પ્રક્રિયા પણ પુરી થઈ નથી.

100 રૂપિયાની નવી નોટની સાઇઝ - નવી નોટનો આકાર જુની 100ની નોટ કરતા નાનો અને 10ની નોટ કરતા થોડો મોટો છે. તેની સાઇઝ 66 mm×142 mm છે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે જુની 100 રૂપિયાની નોટ પણ લીગલ ટેન્ડર એટલે કે ચાલું રહેશે.
First published: July 21, 2018, 3:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading