નવી દિલ્હી: દીવાળી પર આતિશબાજીને કારણે પ્રદુષણનું સંકટ તોડાઇ રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટે કહ્યું કે, દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય.
જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની પીઠ પર આ નિર્ણય સંભળાવ્યો છે. દીવાળી પર આતિશબાજીથી પ્રદુષણનાં ખતરાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આતિશબાજી અને ફટાકડાનાં વેચાણની પરવાનગી આપી પણ શરતોને આધિન. આવો જાણીએ શુંક હે છે સુપ્રીમ કોર્ટની શરતો.
1. ફક્ત ઓછા પ્રદુષણ વાળા ફટાકડા વેચવાને જ પરવાનગી
2. આ ફટાકડા એક સમય મર્યાદાની અંદર અને નક્કી કરેલાં વિસ્તારમાં જ વેચી શકાશે.
3. સુપ્રીમ કોર્ટે આ ફટાકડાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો કર્યો ઇનકાર
4. આ ફટાકડા દીવાળીનાં દિવસે ફક્ત રાત્રે 08થી 10 વાગ્યાની વચ્ચે જ ફોડી શકાશે.
5. ક્રિસમસ અને નવા વર્ષ સમયે આ ફટાકડા રાત્રે 11.55થી 12.30 સુધી જ ફોડી શકાશે.
6. ફક્ત તે ફટાકડા વેચવાને જ પરવાનગી મળશે, જે ઓછો ધુમાડો અને પ્રદુષણ ફેલાવતા હશે. તે ફટાકડાઓને ફક્ત લાઇસેન્સ વાળી દુકાનેથી જ ખરીદી શકાશે.
7. કોર્ટે કહ્યું કે, અમે દીવાળીનાં સમયે પરંપરાને જોતા અને પ્રદુષણનું સંકટ ધ્યાનમાં રાખીને સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
8. ફટાકડાને ઓનલાઇન વેંચી શકાશે નહીં. જે સાઇટ્સ આમ કરશે તેનાં પર કાર્યવાહી કરવામાં આવશે.
9.સુરક્ષિત અને ગ્રીન ફટાકડાઓનું નિર્માણ અને વેંચાણ પહેલાની જેમ ચાલુ રહેશે.
10. સંવિધાનની કલમ 21 (જીવનનાં અધિકાર) હેઠળ તમામ વર્ગનાં લોકો પર આ આદેશ લાગૂ થાય છે. અને ફટાકડા પર દેશવ્યાપી પ્રતિબંધ પર વિચાર કરવા સમય સંતુલન બરકાર રાખવાની જરૂર છે. તેમ પણ સુપ્રીમકોર્ટે ઉમેર્યુ છે