બંગાળથી જમ્મુ ટ્રેનમાં જતા BSFનાં 10 જવાનો ગૂમ, પોલીસ તપાસ ચાલુ

News18 Gujarati
Updated: June 28, 2018, 11:34 AM IST
બંગાળથી જમ્મુ ટ્રેનમાં જતા BSFનાં 10 જવાનો ગૂમ, પોલીસ તપાસ ચાલુ

  • Share this:
પશ્ચિમ બંગાળથી ટ્રેન મારફત જમ્મુ જઇ રહેલા 10 સીમા સુરક્ષા દળ (બી.એસ.એફ)નાં જવાનો ગૂમ થયાની જાણકારી મળે છે. પોલીસના જણાવ્યુ અનુસાર, આ જવાનો પશ્મિમ બંગાળથી જમ્મુ જઇ રહ્યાં હતા. આ જવાનો પશ્ચિમ બંગાળના બર્ધમાન અને બિહારના ધનબાદ વચ્ચે ગૂમ થયા હતા.

જવાનોના કમાન્ડરે દીન દયાળ ઉપાધ્યાય નગર રેલ્વે સ્ટેશનના ગર્વમેન્ટ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. આ સ્ટેશન પહેલા મુઘલસરાઇ તરીકે ઓળખાતું હતું.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટ જિતેન્દ્દ કુમાર યાદવે જણાવ્યું કે, 83 જવાનો જમ્મુ અને કાશ્મિર તરફ ટ્રેનમાં જઇ રહ્યાં હતા. આ 83 જવાનોમાંથી 10 જવાનો ગૂમ થયા છે. આ જવાનોએ તેમના કમાન્ડરને કોઇ માહિતી આપી નથી. આ જવાનો તેમના ઉપરી અધિકારીને જાણ કર્યા વગર જતા રહ્યા છે. અમે આ વિશે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.”

83 સીમા સુરક્ષા દળના જવાનો એક વિશેષ ટ્રેનમાં પશ્ચિમ બંગાળથી જમ્મુ-કાશ્મિર જવા રવાના થયા હતા. જો કે, આ ટ્રેન દીન દયાળ ઉપધ્યાય નગર રેલ્વે સ્ટેશન પર પહોંચી અને કમાન્ડર દ્વારા હાજરી પૂરવામાં આવ્યા ત્યારે જાણ થઇ કે, 10 જવાનો ગૂમ છે.
First published: June 28, 2018
વધુ વાંચો
अगली ख़बर