J&K- લદાખમાં શિયાળાનું આગમન થતા જ લેહમાં પારો ગગડ્યો, દ્રાસમાં -4 ડિગ્રી પહોંચ્યું તાપમાન

J&K- લદાખમાં શિયાળાનું આગમન થતા જ લેહમાં પારો ગગડ્યો, દ્રાસમાં -4 ડિગ્રી પહોંચ્યું તાપમાન
પ્રતિકાત્મક તસવીર

શ્રીનગરમાં આ વખતે ઓક્ટોબરમાં જ હાડકા ગાળી દે તેવી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. લદાખમાં જ્યાં આપણા સૈનિકો દેશની સેવા કરી રહ્યા છે ત્યાંનું તાપમાન જાણો.

  • Share this:
    શ્રીનગરમાં આ વખતે ઓક્ટોબરમાં જ હાડકા ગાળી દે તેવી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. શરદીની શરૂઆતથી પાર શૂન્યથી નીચે જતો રહ્યો છે. હવામાન વિભાગ મુજબ 16 ઓક્ટોબરે દુનિયાની બીજી સૌથી ઠંડી જગ્યા દ્રાસ રહ્યું છે. દ્રાસનું તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જ્યારે લેહનું તાપમાન માઇનસ ત્રણ ડીગ્રી છે. હવામાન વિભાગે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદાખમાં તાપમાન ખૂબ ઝડપથી બદલાયું છે. હવામાન સૂકું અને આકાશ સાફ હોવાના કારણે દિવસ અને રાતનું આ તાપમાન નોંધી શકાયું છે.

    હવામાન વિભાગે કહ્યું કે દિવસમાં અહીં ગરમી પડે છે. અને રાતે ઠંડી. લદાખમાં સાંજના સમયે લોકોને ગરમ કપડા પહેરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ હિટરનો ઉપયોગ અત્યારથી જ શરૂ થઇ ગયો છે. મૌસમ વિભાગનું કહેવું છે કે હવામાનમાં આવેલ આ ફેરફાર અસામાન્ય વાત નથી. જો કે અહીં થોડા દિવસ સુધી બરફ નહીં પડે. જો કે તેમ છતાં જમ્મુ કાશ્મીર અને લદાખનું તાપમાન વધુ પડી શકે છે.



    ચીનથી તણાવની સ્થિતિની વચ્ચેના આવનારા શિયાળામાં લદાખમાં LAC પર ભારતીય સેના તૈનાત રહેવા માટે પૂરી રીતે તૈયાર છે. જે માટે કરીને ભારતીય વાયુસેનાનું સી -17 ગ્‍લોબોમાસ્‍ટર ટ્રાંસપર્ટ એરક્રાફ્ટ લેહ એરબેસ પર જવાનો માટે જરૂરી સામાન અને ખાદ્ય સામગ્રી પહોંચાડી રહ્યું છે.

    વધુમાં ભારતીય વાયુસેનાનું ચિનૂક હેલીકોપ્પ્ટર પણ લેહ એરબેસ પર સંરક્ષણ અને સંવર્ધન સાથે શિયાળામાં બચાવવા માટેના વિવિધ સાધન પહોંચાડી રહ્યું છે. જેમાં રાશન અને ગરમ કપડાની સાથે ઇંધણ, ગોળા અને બારુદ છે જેને સૈન્યની અલગ અલગ ચોકી પર મોકલવામાં આવી રહ્યા છે.

    વધુ વાંચો : આ દિવાળીએ ચીનનું દેવાળું નીકળ્યું! 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન

    પૂર્વ લદ્દાકમાં ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ સંદર્ભે વાયુસેનાના વડા આર.કે.એસ. ભદૌરીયાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ ખતરોનો સામનો કરવા માટે સક્ષમ સ્થિતિમાં છે અને દેશની સુરક્ષાની માટે તમામ મહત્વના સ્થળો પર અમે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે.

    ભદોરિયાએ એરફોર્સ ડે પહેલા પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ચીની હવાઈ શક્તિ ભારતની ક્ષમતાઓ કરતા સારી નહીં હોઈ શકે, પરંતુ ઉમેર્યું હતું કે આનો તે મતબલ નથી કે અમે વિરોધીઓને નબળા સમજીએ છીએ.
    Published by:Chaitali Shukla
    First published:October 16, 2020, 18:38 pm

    ટૉપ ન્યૂઝ