ભારત ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ( Line of Actual Control in Ladakh) તણાવ દર રોજ વધતો જાય છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં બંને દેશોની વચ્ચે વાતચીતના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ વચ્ચે LAC પર ફાયરિંગને લઇને નવા ખુલાસા થયા છે. એક રિપોર્ટ મુજબ રશિયાના મોસ્કોમાં 10 સપ્ટેમ્બરે વિદેશમંત્રી એસ.જયશંકર (S Jaishankar) અને તેમના ચીની સમકક્ષ વાંગ યી (Wang Yi)ની મુલાકાત પહેલા પેન્ગોંગ તળાવ (Pangong Tso)ના ઉત્તર કિનારાની પાસે બંને સેનાઓ વચ્ચે ગોળીબારી પણ થઇ હતી. એક અધિકારી મુજબ, જે જગ્યાએ ફિંગર-3 અને ફિંગર-4 મળે છે ત્યાં બંને પક્ષે 100-200 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. અંગ્રેજી છાપા ઇન્ડિયન એક્સપ્રેસની પોતાની એક રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે.
ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ આ મામલે જાણકારી રાખનાર એક અધિકારીએ ફાયરિંગની વાત કરી છે. અને બંને દેશોની સેનાઓ ફિંગર વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પેટ્રોલિંગ પણ કરી રહી છે તે વાત પણ બહાર આવી છે. જો કે આ મામલે ન તો ચીન ન જ ભારતની તરફથી કોઇ અધિકૃત નિવેદન આવ્યું છે. આ પહેલા ચુશૂલ સેક્ટરમાં થયેલા ફાયરિંગની ઘટના પર બંને દેશોમાં તણાવ વધ્યો હતો. અધિકારીનું કહવું છે કે હાલની જે ફાયરિંગ હતી તે ચુશુલમાં થયેલી ફાયરિંગ કરતા ભીષણ હતી.
રિપોર્ટ મુજબ અધિકારીએ જણાવ્યું કે ભારત અને ચીની સેનાની વચ્ચે એલએસી પર એક મહિનામાં ત્રણ વાર ફાયરિંગની ઘટના થઇ ચૂકી છે. હજી સુધી ખાલી ચુશૂલ સેક્ટરમાં થયેલી ફાયરિંગ મામલે અધિકૃત નિવેદન બંને દેશોની સરકારો તરફથી આવ્યા છે. ઓગસ્ટમાં મુકપરીમાં પણ ફાયરિંગની ઘટના થઇ હતી. પણ તેના વિષે કોઇ નિવેદન બહાર નથી આવ્યું. હવે પેન્ગોંગના ઉત્તરી કિનારે પણ 100-200 રાઉન્ડ ફાયર થયા છે. પણ બંને દેશોમાંથી કોઇ પણ આની પર અધિકૃત નિવેદન નથી આપી રહ્યું.
વધુ વાંચો :
કોરોનાના કહેરથી દેશમાં 50 લાખ લોકો સંક્રમિત, 9.95 લાખ એક્ટિવ કેસ, 82 હજાર દર્દીએ જીવ ગુમાવ્યા
રિપોર્ટ મુજબ અધિકારીએ તે પણ જણાવ્યું કે પેન્ગોંગ તળાવના ઉત્તરી કિનારે પર ફાયરિંગ કેવી રીતે શરૂ થયું. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતીય સેના પેન્ગોંગ સોના ઉત્તરી કિનારે પોતાની પોઝિશન બદલી રહી હતી. ચીની સેનાઆ જગ્યાએ ખાલી 500 મીટરની દૂરી પર છે. અને બંને વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગયું.
જો કે મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની આ પછી વાત થઇ, રક્ષા મંત્રીઓની વાતચીત પછી હાલ સ્થિતિ કંઇક કાબુમાં હોવાની વાત કરવામાં આવી રહી છે. બંને દેશોના આર્મી કમાન્ડર પર આ મામલે બેઠકો કરી રહ્યા છે. ત્યારે જોવાનું તે રહે છે કે કોઇ ઉકેલ આવે છે કે નહીં?
Published by:Chaitali Shukla
First published:September 16, 2020, 10:03 am