પૂર્વ લદાખમાં(Ladakh Border Dispute) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેન્ગોંગ તળાવ (Pangong Tso Laske) પાસે તણાવપૂર્ણ સ્થિતિ ફરી ઊભી થઇ છે. કહેવાય છે કે ભારત અને ચીનની સેના અહીં આમને સામને છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીન (China) અહીં પેન્ગોંગ તળાવ પાસે કંસ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું છે. સુત્રો મુજબ મંગળવારે સાંજે પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનોની સંખ્યામાં સતત વધારો કરતું નજરે પડે છે. ચીની સૈનિકો અહીં મોટી સંખ્યામાં સામાન લઇને પહોંચ્યા છે. કહેવાય છે કે 5 થી 7 હજાર ચીની સૈનિકો ટેંક અને હથિયારોની સાથે સીમા પર પહોંચ્યા છે. પણ ભારત પણ ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે પેન્ગોંગ તળાવ ઉત્તર વિસ્તારને આઠ અલગ અલગ ફિંગર એરિયામાં વહેંચવામાં આવ્યું છે. ભારતનો દાવો છે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ફિંગર આઠથી શરૂ થાય છે. અને ફિંગર ચાર સુધી જાય છે. પણ ચીની સેના તેની એલએસી નથી માની રહી. ચીની સૈનિકો ફિંગર ચાર પર રહીને ફિંગર પાંચ અને આઠની વચ્ચે કંસ્ટ્રક્શન કરી રહી છે. મંગળવારે રાતે ફિંગર 3 વિસ્તારની પાસે એક ચીની નિર્માણ જોવા મળ્યું છે.
વધુ વાંચો :
SSR Case : રિયા ચક્રવર્તીના સમર્થનમાં ઉતર્યા કોંગ્રેસ નેતા, કહ્યું તે એક બંગાળી બ્રાહ્મણ મહિલા છે
કહેવાય છે કે 29-30 ઓગસ્ટે થયેલી હિંસક ઝડપ પછી ચીન ભારતને ઉકસાવી રહ્યું છે. અને બંને દેશો વચ્ચેના સંબંધ પણ ખૂબ જ તણાવપૂર્ણ છે. ભારતના સૈનિકો હવે પેન્ગોંગ તળાવના દક્ષિણ કિનારે ઊંચા પહાડ પર પહોંચી ગયું છે. જ્યારે ચીન નીચેના વિસ્તારમાં છે. તળાવના દક્ષિણ કિનારેની આસપાસની જમીન સમતળ અને પહોંળી છે. જ્યારે ઉત્તરી ભાગમાં તેવું નથી. રસ્તો જે પહાડોની વચ્ચે થઇને જાય છે જેની ઊંચાઇ 16 હજાર ફીટ સુધી છે અને ભારતના સૈનિકો આ પહોંચીની ઊંચાઇ પર હાજર છે.
આ વચ્ચે લદાખ વિસ્તારમાં સુખોઇ સહિત ભારતીય વાયુસેનાએ બીજા વિમાનોની ગતિવિધિઓ પણ વધારી છે. અધિકારીઓએ તે પણ કહ્યું છે કે સીમા પર સૈનિકોને ખૂબ જ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે બંને દેશ વાતચીત કરી રહ્યા છે. પણ આ પર ચીન દબાવ કરી ભારતીય સેનાને ઉકસાવી રહ્યું છે. જો કે ભારતીય અધિકારીઓનો દાવો છે કે તે પૂરી રીતે તૈયાર છે.
Published by:Chaitali Shukla
First published:September 10, 2020, 13:03 pm