ભારત અને ચીન વચ્ચે તણાવ (India-China Standoff) સ્થિતિનો અંત લાવવા માટે રવિવારે ફરી એક વાર પાંચમા રાઉન્ડની કમાન્ડર લેવલની વાતચીત શરૂ થઇ. લગભગ 11 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભારતની તરફથી લેહ સ્થિત 14 કોરથી કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ હાજર હતા તો ચીની પક્ષથી દક્ષિણિ શિનજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર, મેજર જનરલ લિયૂ લિન હતા. આ વાતચીત પછી ભારતે ચીનને એક વાર ફરી સ્પષ્ટ શબ્દોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી તણાવ વાળા તમામ વિસ્તારોમાંથી પોતાની સેનાને સંપૂર્ણપણે પાછા વળવાની વાત કહી.
બંને પક્ષો વચ્ચે થયેલી આ બેઠક સવારે 11 વાગ્યાથી લઇને રાતના 10 વાગ્યા સુધી ચાલી. સુત્રો મુજબ વાતચીતમાં ભારતે પેંગોંગ સો અને પૂર્વ લદાખ LAC પર ટકરાવ વાળા તમામ સ્થળોથી જલ્દીમાં જલ્દી ચીની સૈનિકો પીછેહટ કરે તે વાત પર ભાર મૂક્યો. ભારતે ફરી કહ્યું કે 5 મેથી જે સ્થિતિ બની છે તેનો તરત અંત લાવો. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ જ્યાં બે સેના વચ્ચે અથડામણ થઇ છે ત્યાંથી અને અન્ય કેટલાક સ્થળોથી ચીની સેના પાછળ ગઇ છે. પણ ભારતની માંગ છે કે પૈંગોંગ સોમાં ફિંગર વિસ્તારમાંથી પણ સેના પાછી ફરે.
વધુ વાંચો :
અમિત શાહ, યેદિયુરપ્પા જેવા અનેક મોટા નેતા કોરોના સંક્રમિત, યુપીમાં એક મંત્રીનું કોરોનાથી થયું નિધન
કોર કમાન્ડર સ્તરની પહેલી ચરણની વાતચીત 6 જૂને થઇ હતી. બંને પક્ષો ગલવાન ખીણથી શરૂ કરીને એક પછી એક ગતિરોધ થાય તેવા તમામ સ્થળો પર પાછા ફરવાની વાત પર સમજૂતી બનાવી રહ્યા છે. તણાવ ઓછો કરવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે પણ બે કલાક ટેલીફોનીક વાતચીત થઇ હતી.
આ વચ્ચે સેનાને પૂર્વ લદાખમાં ચીનની સાથે સીમા વિવાદનું સમાધાન જલ્દી આવે તેવા કોઇ સંકેત નથી મળી રહ્યા. ચીની સેનાએ હવે અન્ય સ્થળો પર પોતાની નજર ટકાવી છે. જો કે થોડા સમયમાં શિયાળાની શરૂઆત થતા આટલા દુર્ગમ સ્થળો પર સૈનિકોને તેનાત કરવા તે પણ એક મુશ્કેલ સવાલ બનીને ઊભો રહેશે. તેમ છતાં આ તમામ વિસ્તારોમાં શિયાળામાં હથિયાર અને ટેન્ક સમેત સૈનિકો હાજર રહે તેવી તૈયારી શરૂ કરવામાં આવી છે. અને આ મામલે થલસેનાના પ્રમુખ જનરલ એમએમ નરવણે, રક્ષામંત્રી રાજનાથ સિંહને સતત જાણકારી આપી રહ્યા છે.
Published by:Chaitali Shukla
First published:August 03, 2020, 09:02 am