પૂર્વ લદાખની ગલવાન ખીણ (Ladakh Galwan Valley)માં જ્યાં બંને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી ત્યાથી હવે ચીની સેના પાછી હટી છે. સુત્રોની જાણકારી મુજબ બંને દેશોની સેના આ હિંસક અથડામણ વાળી જગ્યાએથી 1.5 કિલોમીટર પાછળ ગઇ છે. જે સંભવત ગલવાન ખીણ સુધી સીમિત છે. હવે આ વિસ્તાર બફર ઝોન બની ગયો છે. જેથી આગળ કોઇ હિંસક અથડામણ ના થાય. આ સિવાય બે અન્ય જગ્યાએથી પણ ચીની સેના પાછી ગઇ છે. બંને પક્ષે અસ્થાઇ તંબૂ અને કનસ્ટ્રક્શન પણ હટાવવામાં આવ્યા છે. ભારત અને ચીની સૈનિકોના પાછા જવાની વાતને ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે.
હિંસક ઝડપ પછી બંને દેશોની સેનાની વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. સુત્રોનું માનીએ તો ભારત અને ચીનના સૈનિકોએ રિલોકેશન પર સહમતિ કરી લીધી છે. જેના પછી તે આ સ્થળેથી પાછા હટ્યા છે. અને તેને આ પ્રક્રિયાનો પહેલો પડાવ માનવામાં આવે છે.
Chinese Army has moved back tents, vehicles & troops by 1-2 km from locations where disengagement was agreed upon at Corps Commander level talks: Indian Army Sources pic.twitter.com/hamcQRaCMo
સુત્રો મુજબ 6 જૂને કોર કમાન્ડરની બેઠકમાં આ મામલે સહમતિ બની હતી. જે પછી 30 જૂને કોર કમાન્ડરના ત્રીજા સ્તરની બેઠકમાં ડિસએગેજમેન્ટની પુષ્ટિને લઇને 72 કલાકનો વૉચ પીરિયડ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પછી બંને સેનાઓની પીછેહટની વાત સામે આવી છે. જો કે હાલ પણ ભારતીય સેનાની તરફથી આ મામલે કોઇ અધિકૃત પૃષ્ટી નથી આવી.
જો કે બીજી તરફ પૈંગોગ તળાવ પાસે બંને દેશોની સેનાએ પીછેહટ નથી કરી. ભારતીય સેના અહીં પીછેહટ એટલા માટે નથી કરવા માંગતા કારણ કે ભારતીય સેના ફિંગર 4માં છે આ વિસ્તાર હંમેશાથી ભારતના કંટ્રોલમાં રહ્યો હતો. ભારતે ફિગર 8 પર એલએસી હોવાનો દાવો કર્યો છે. તેવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તર બેઠકનો કોઇ ઉકેલ નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે 5 મેથી લદાખમાં તણાવની સ્થિતિ બનેલી છે. લદાખની ગલવાન ખીણમાં 15-16 જૂનની વચ્ચે બંને સેનાની વચ્ચે એકબીજા જોડે હિંસક ઝડપ પણ થઇ ચૂકી છે. જેમાં ભારતના 20 સૈનિકો શહિદ થયા છે. ચીનને પણ તેમાં નુક્શાન થયું હોવાની ખબર આવી છે. તણાવ શરૂ થયા પછી બંને દેશોની વચ્ચે સૈન્ય અને કૂટનીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેના પછી બંને દેશોએ પોતાની સેનાને તે સ્થળેથી પાછળ મોકલી છે. ઉલ્લેખનીય છે કે સીમા પર આ 45 વર્ષમાં હિંસાનો સૌથી મોટી ઘટના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર