India China Faceoff: સીમા વિવાદ પર ચીને શરત મૂકતા ભારતે કહ્યું, પેન્ગોંગથી એક સાથે હટશે બંને સેના

પ્રતિકાત્મક તસવીર

ચીને હવે એક નવી ચાલ ચાલી છે. ચીને હાલમાં કરેલી એક વાર્તા દરમિયાન તેવી શરત રાખી છે કે ભારતીય સેના પૈંગોંગ તળાવના દક્ષિણ ક્ષેત્રથી પાછી જાય.

 • Share this:
  પૂર્વ લદાખ (East Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 6 મહિનાથી ભારત અને ચીન (India China Faceoff)ની વચ્ચે ગતિરોધ અને તણાવપૂર્ણ સ્થિતિ ઓછી કરવા માટે પડોશી દેશ હવે એક નવી ચાલ ચાલી છે. ચીને હાલમાં કરેલી એક વાર્તા દરમિયાન તેવી શરત રાખી હતી કે ભારતીય સેના પૈંગોંગ તળાવના દક્ષિણ ક્ષેત્રથી પાછી જાય. તે પર ભારતની તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો હતો કે જો વાત દૂર થવાની જ છે તો બંને દેશની સેના એક સાથે પીછેહટ કરશે. કોઇ પણ એક તરફી કાર્યવાહી નહીં ચાલે.

  અંગ્રેજી છાપા ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતે ચીનની કાર્યવાહીનો જવાબ આપવા માટે સાત જગ્યાઓ પર એલએસી પાર કરી લીધી છે. રિપોર્ટમાં સુત્રોનો હવાલો આપી આ દાવો કરવામાં આવ્યો છે. જે મુજબ સાત જગ્યાએ એલએસી પાર કરવામાં આવી છે. શું તમને હજી પણ લાગે છે કે ચીન સાથે વાર્તા કરવી જોઇએ? હાલમાં જ એક વાર્તામાં ચીને કહ્યું કે પહેલા ભારત દક્ષિણી વિસ્તારથી પોતાની સેના હટાવે જે પર ભારતે સ્પષ્ટ વાત કરતા ટૂંકમાં જ કહ્યું કે તળાવ પાસે બંને કિનારે થી બંને દેશોની સેના એક સાથે જશે.

  ઓગસ્ટમાં ભારતીય સૈનિકોએ ચુશૂલના સબ સેક્ટરમાં પોતાની પેટ્રોલિંગની જગ્યાથી આગળ જતી રહી હતી. અને આ વિસ્તારોમાં ભારત મહત્વની જગ્યા છે. અહીંથી ભારતની નજર સ્પાંગુર ગૈપથી લઇને મોલ્દોમાં ચીની ટુકટીની મુવમેન્ટ પણ કરી શકે છે.

  વધુ વાંચો : Navratri 2020 : કોરોનાકાળમાં કેવી રીતે ઉજવાઇ રહી છે નવરાત્રી, જુઓ આ પ્રસિદ્ધ મંદિરોના હાલ

  ઉલ્લેખનીય છે કે હજી સુધી ભારત અને ચીન વચ્ચે સાત રાઉન્ડમાં વાત થઈ ચૂકી છે. રાજનૈતિક સ્તર પર પણ ભારત અને ચીન વચ્ચે વાતચીત થઇ છે. મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક થઇ હતી. અને તે પછી એલએસીની પર ચીન પોતાની જગ્યાએ પાછી નહતી હતી.

  છાપાની રિપોર્ટ મુજબ એક સોર્સનું કહેવું છે કે બીજિંગ બંને દેશ વચ્ચે સીમા પર શાંતિ ઇચ્છે છે. ભારત પણ એજ ઇચ્છે છે. જો કે ચીને જે રીતે સીમા પર આટલી મોટી સંખ્યામાં સૈનિકો જમા કર્યા છે તે જોઇને ચીન પર વિશ્વાસ મૂકવો અશક્ય છે. અને લદાખના આ ક્ષેત્રે કોઇ પણ ક્ષણે કંઇ પણ થઇ શકે છે. માટે આપણે પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડે.
  Published by:Chaitali Shukla
  First published: