કિર્તેશ પટેલ, સુરત : ભારત અને ચાઇના વચ્ચે (india-china conflict) તણાવ ને લઈને હવે ચાઈના દ્વારા ભારતના અને તેમાં પણ ડાયમંડ ઉધોગ (Dimond industry) કરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગતરોજ ચાઇના બોર્ડર પર ડાયમંડ લઈને જતા કુરિયર બોયને અટકાયતમાં લઇને મોટા પ્રમાણમાં ડાયમંડ કબજે કરી ટેક્સ ચોરી (Tax) મામલે તપાસ શરૂ કરી છે. જોકે ચાઈનામાં મોટા પ્રમાણમાં ભારત અને તેમાં પણ ગુજરાતના સુરત અને મુંબઈના વેપારી વેપાર કરતા હોય છે ત્યારે અવળચંડાઈને લઈને વેપારીઓની ચિંતા વધી છે .
થોડા સમયથી ચાઈનાએ સરહદ પર શરૂ કરેલી નફટાઈને પગલે ભારત દ્વારા ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવામાં આવતા ચાઈનાને મોટા પ્રમાણે નુકસાન વેઠવું પડ્યું છે.
ત્યારે આ મામલે ચાઈનામાં ડાયમંડ ઉધોગમાં મોટા પ્રમાણમાં ભારત સાથે વેપાર છે ત્યારે ભારતના વેપારીને હેરાની કરી ભારત પર દબાણ ઉભું કરવાની અવળચંડાઈ ચીને કરી છે. ગઈકાલે હોંગકોગ-ચીન બોર્ડર પર એક દંપતીને ઝડપી પડી તેમની પસેથી અલગ લાગે કંપનીના ડાયમંડનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી
ત્યારબાદ ચાઈના દ્વારા અનેક કુરિયર બોયને ડિટેઇન કરી તેમની પૂછપરછ સાથે મોટા પ્રમાણ માં ડાયમંડ જથ્થો કબજે કર્યો છે. આ પાર્સલની સંખ્યા 200 જેટલી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલા ભારતના તમામ વેપારી ચાઈના અને હોંગકોકમાં ઑફિસ ધરાવે છે. જોકે ભારતીય વેપારી ટેક્સ ફ્રી ઝોન હોવાને લઈને હોંગકોંગમાં માલનું વેચાણ કરે છે, ત્યારે ચાઈનાના વેપારીઓ પોતાનો ટેક્સ બચવા માટે હોંગકોંગ ખાતે કુરિયર દ્વારા માલ મંગાવે છે.
હોંગકોંગ ટેક્સ ફ્રી ઝોન હોવાના કારણે ચીનના વેપારીઓને ત્યાં વેપારમાં વધુ સરળતા રહે છે. હીરા ઉદ્યોગોના જાણકારોએ જણાવ્યા મુજબ ભારતના વેપારીઓ ટેક્સ ભરીને જ માલ મોકલાવે છે છતાં તેમને પરેશાન કરવામાં આવતા હવે મામલો ગરમાયો છે.
આ પણ વાંચો : સુરત : ડાયમંડ કિંગ અને શાળા સંચાલક સામે શિક્ષિકાનો શારીરિક છેડતીનો આરોપ, FIR દાખલ