દુર્ગા પૂજા (Durga puja 2020)નું મુખ્ય આકર્ષણ હોય છે તેની નીતનવી થીમ પર બનેલ આકર્ષક અને અદ્ધભૂત પંડાલ. બંગાળમાં અનેક પંડાલ તેની આવી જ ખાસિયતોના કારણે પ્રસિદ્ઘ છે. અને સુશોભન જોવા માટે જ લોકો દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે. નવરાત્રી (Navratri 2020)માં પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પંડાલની અનેરી શોભા હોય છે. હાલમાં જ શ્રમિક મજૂર, કોરોના વાયરસ જેવા થીમ પર ચાલી રહેલા પંડાલ પોપ્યુલર છે. પણ આ તમામ વાતોની વચ્ચે મુર્શિદાબાદમાં ચીની રાષ્ટ્રપતિ (China President Xi Jinping) પર એક તેવો પંડાલ સજાવવામાં આવ્યા છે જેણે અનેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
પૂર્વ લદાખમાં ભારત ચીનની વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. લાંબા સમયથી બંને દેશની સેનાઓ અહીં ઊભી છે. ત્યારે આ વાતની ઝલક પંડાલમાં પણ નજરે પડી. અહીં અસુરના ચહેરાની જગ્યાએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું શિશ લગાવવામાં આવ્યું છે. અને તેવું બતાવવામાં આવ્યું છે કે માતાજીનો સિંહ "જિનપિંગ"નો સંહાર કરતા નજરે પડે છે. મુર્શિદાબાદમાં આ અનોખા પંડાલની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.
વધુ વાંચો :
Navratri 2020 : આ પર્વત પર જાતે પ્રગટ થયા છે મા દુર્ગા નૌ રૂપો, નૈની દેવીના કરો ઘરે બેઠા દર્શન
આ તસવીરો વાયરલ થયા પછી આ વાતે વિવાદનું સ્વરૂપ લઇ લીધું છે. અનેક લોકો આ મામલે સવાલ કરી રહ્યા છે. ત્યારે દુર્ગા પૂજાના પંડાલના આયોજકોએ આ મામલે સફાઇ આપી છે. ઇન્ડિયા ટુડેથી વાતચીત દરમિયાન આયોજકોમાં સામેલ સંજય ચંદ્રાએ શી જિનપિંગની અસુર સાથે થઇ રહેલી તુલનાનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે અમે પ્રત્યેક વર્ષ વિભિન્ન પ્રજાતિથી પ્રેરિત અસુર બનાવીએ છીએ. આ પહેલા અમે યુનાની અને દક્ષિણ આફ્રિકાથી પ્રેરણા લઇને પણ અસુર બનાવ્યા હતા.
આ વખતે જે કલાકારે અમારા માટે મૂર્તિ બનાવી છે તેને મંગોલિયાઇ લોકોથી પ્રેરિત થઇને આ ચહેરો બનાવ્યો છે. અને અમે આવી ભાવના સાથે કંઇ નથી બનાવ્યું. અમે કોઇ રાજનૈતિક મુદ્દા પર આ નથી બનાવ્યું અને આ વિચારની કલ્પના કલાકાર દ્વારા આપવામાં આવી છે. જો કે તે વાત પણ છે કે અનેક લોકોએ ચીનને જવાબ આપવા માટે આ રીતના પંડાલ બનાવાની વાતની સરાહના પણ કરી છે.
Published by:Chaitali Shukla
First published:October 23, 2020, 13:16 pm