Home /News /india-china /

India-China Rift : ભારત અને ચીનના તણાવપૂર્ણ સંબંધો હવે વાતચીતથી નહીં સુધરે - અમેરિકા

India-China Rift : ભારત અને ચીનના તણાવપૂર્ણ સંબંધો હવે વાતચીતથી નહીં સુધરે - અમેરિકા

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે પૂર્વ લદાખની સીમા પર ગત પાંચ મહિનાથી ચીન અને ભારતની વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે.

  અમેરિકા (America)ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)એ કહ્યું કે ભારત પાસે આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તાકાતના બળ પર નિયંત્રણ કરવાની ચીનના પ્રયાસો તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભઆગ છે અને તે વાત સ્વીકારવાનો સમય હવે આવી ગયો છે કે વાતચીત અને સમજૂતીથી આ વાત ઠીક નથી થવાની. અને ચીન પોતાનો આક્રમક વર્તન નહીં બદલે. ઉલ્લેખનીય છે કે પૂર્વ લદાખની સીમા પર ગત પાંચ મહિનાથી ચીન અને ભારતની વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. અને આ કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો છે. બંને પક્ષોની વચ્ચે ગતિરોધ ઓછો કરવા માટે ગત લાંબા સમયથી ઉચ્ચ સ્તરીય રાજનૈતિક અને સૈન્ય વાર્તાઓ ચાલી રહી છે પણ હજી સુધી આ સમસ્યાનું કોઇ સમાધાન નથી આવ્યું.

  અમેરિકી એનએસએ રોબર્ટ ઓ બ્રાયનને આ સપ્તાહની શરૂઆતમાં ઉટાહમાં ચીનની ટિપ્પણી કરતા કહ્યું કે સીસીપી (ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી) ભારતની સાથે લાગતી પોતાની સીમાને વિસ્તારવાદ મામલે પોતાની આક્રમકતા બનાવી રાખશે અને આ વાત સ્પષ્ટ છે કે ચીનની તાકાત અને બળ પર વાસ્તવિક નિયંત્રણ રેખા પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઓ બ્રાયન કહ્યું કે ચીનની વિસ્તારવાદી આક્રામકતા ઉદાહરણ તાઇવાન જલડમરુ મધ્યમાં જોવા મળે છે જ્યાં તે નૌસેના અને વાયુસેના સતત સૈન્ય અભ્યાસ કરતી પોતાનો દબદબો બનાવાનો પ્રયાસ કરે છે.

  બ્રાયને કહ્યું કે બીજીંગ અને ખાસ આંતરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ વન બેલ્ટ વન રોડમાં સામેલ કંપનીઓ ગૈર પારદર્શી અને અસ્થિર ચીની દેવાની ચૂકવણી ચીની કંપનીઓ કરી રહી છે. જે ચીની મજૂરોના આધારભૂત સંરચનાના વિકાસ કાર્યક્રમમાં રોજગાર આપે છે. એનએસએ કહ્યું કે અનેક પરિયોજનાને ખોટી રીતે બનાવાઇ છે. અને આ હાથીના દાંત બતાવાના કંઇ અને ખાવાના બીજા જેવી વાત છે.

  વધુ વાંચો : સાસુના વાળ ખેંચીને ઘરને બહાર લાવી વહૂ, પછી ક્રૂરતા કરી મારપીટ, CCTVમાં કેદ થઇ આખી ઘટના

  તેણે વધુમાં કહ્યું કે હવે આ દેશો ચીનના દેવા પર નિર્ભર થઈ ગયા છે અને તેમની સાર્વભૌમત્વને નબળી બનાવી દીધી છે. તેમની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન કરવાનો અથવા ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીને મહત્વપૂર્ણ ગણાતા કોઈપણ મુદ્દા પર પક્ષના વલણને ટેકો આપવાનો કોઈ વિકલ્પ નથી.

  ઓ બ્રાયને તે પણ કહ્યું કે ચીન અન્ય આંતરાષ્ટ્રીય સહાયતામાં વેનેજુએલાના નિકોલસ માદુરો સહિત દુનિયાના તેવા શાસકો પર નજર રાખી ઓ બ્રાયને ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીનના અન્ય આંતરરાષ્ટ્રીય સહાય લોકોના રાજકીય અને આર્થિક અધિકારને મર્યાદિત કરનારા વેનેઝુએલાના નિકોલસ માદુરો સહિતના વિશ્વના આવા શાસકોને સર્વેલન્સ સિસ્ટમ્સ અને દમન સાધનો વેચી રહ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Ladakh, અમેરિકા, ચીન, ભારત, ભારતીય સેના

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन