સુધીર કુમાર, મુજફ્ફરપુર. બિહાર (Bihar)ના મુજફ્ફરપુર (Muzaffarpur)માં એક અનિયંત્રિત કાર પુલની રેલિંગ તોડીને બાયા નદીમાં ખાબકવાની ઘટના (Car Felling into River) સામે આવી છે. હૃદય કંપાવી દેનારી આ ઘટનામાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયા છે. જોકે કારમાં સવાર અન્ય લોકોને સ્થાનિક લોકોએ બચાવી દીધા. મળતી માહિતી મુજબ, કારમાં જાનૈયાઓ સવાર હતા અને તેઓ લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટના સરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારની હદના સરૈયા બજારની છે.
મળતી માહિતી મુજબ, દેવરિયાના ધરફરી ગામથી જાન રવાના થઈ હતી. લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ જાનૈયા કાર લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સરૈયા બજારની પાસે બાયા નદીના પુલ ઉપર કાર અનિયંત્રિત થઈને રેલિંગ સાથે ટકરાઈ ગઈ હતી. કારની સ્પીડ વધારે હોવાના કારણે તે રેલિંગ તોડીને નદીમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયા છે.
રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતાં ધડાકાનો અવાજ આવતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્ય હતા. સરૈયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ગામ લોકો અને પોલીસે ભેગા થઈ ત્રણ લોકોને કારમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. પરંતુ કારમાં ફસાયેલા લોકોના મોત રેસ્ક્યૂ ઓપરેશન પહેલા જ થઈ ગયા હતા. કારને પણ સ્થાનિક લોકોએ નદીમાંથી બહાર કાઢી હતી.
આ પણ વાંચો, OMG! દેશી જુગાડથી 150 રૂપિયામાં એક જ દિવસમાં બનાવ્યું Wi-Fi-Bluetooth ડિવાઇસ લગ્નના શુભ પ્રસંગે બનેલી આ દર્દનાક ઘટનાથી દેવરિયાના ધરફરીમાં કોહરામ મચી ગયો છે. એક સાથે ત્રણ લોકોનાં મોત થતા આખું ગામ હીબકે ચઢ્યું છે. પોલીસે તપાસ માટે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બીજી તરફ ઘાયલોને સરૈયા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર