VIDEO: કારમાં બેઠા હતા આંધ્રપ્રદેશના CM જગન રેડ્ડીની બહેન, પોલીસે ક્રેન વડે ગાડી ઉપાડી અને...
કારમાં બેઠા હતા CMના બહેન, પોલીસે ક્રેનથી ગાડી ઉપાડી
YSRTP VS TRS: પોલીસ YSRTP ચીફ શર્મિલા રેડ્ડીની કારને ક્રેનની મદદથી ખેંચી રહી છે. જણાવી દઈએ કે, શર્મિલાની સોમવારે વારંગલમાં તેના સમર્થકો અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, CM જગનમોહન રેડ્ડીની બહેને આરોપ લગાવ્યો કે, તેલંગાણામાં સત્તારૂઢ TMC પાર્ટીના સભ્યોએ શર્મિલાની બસને આગ લગાવી દીધી.
હૈદરાબાદ: તેલંગાણામાં TRS અને YSR તેલંગાણા પાર્ટી (YSRTP) વચ્ચે તણાવ વધી ગયો છે. આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલા રેડ્ડીની કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે તેલંગાણાના CM KCRનો વિરોધ કરવા કારની અંદર બેઠી રહી હતી. જણાવી દઈએ કે, શર્મિલા રેડ્ડી છેલ્લા 223 દિવસથી પદયાત્રા કરી રહી છે.
સમાચાર એજન્સી ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ ક્રેનની મદદથી YSRTP ચીફ શર્મિલા રેડ્ડીની કારને ખેંચી રહી છે. જણાવી દઈએ કે, શર્મિલાની સોમવારે વારંગલમાં તેના સમર્થકો અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, CM જગનમોહન રેડ્ડીની બહેને આરોપ લગાવ્યો કે, તેલંગાણામાં સત્તારૂઢ TMC પાર્ટીના સભ્યોએ શર્મિલાની બસને આગ લગાવી દીધી હતી.
#WATCH | Hyderabad: Police drags away the car of YSRTP Chief Sharmila Reddy with the help of a crane, even as she sits inside it for protesting against the Telangana CM KCR pic.twitter.com/i7UTjAEozD
શર્મિલા રેડ્ડીની પ્રજા પ્રસ્થાનમ પદયાત્રાએ અત્યાર સુધીમાં 3500 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ સમયગાળા દરમિયાન, તેણે 75 વિધાનસભા મતવિસ્તારો, ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનો, 208 મંડળો અને 61 નગરપાલિકાઓ હેઠળના 1863 ગામોને આવરી લીધા છે. YSRTPની પ્રમોશનલ બસને કેટલાક લોકોએ નિશાન બનાવી અમુક લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. જોકે સમયસર આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ બસ YSRTP ચીફ શર્મિલા રેડ્ડીના કાફલામાં હતી. બસને સળગાવવાનો પ્રયાસ કરતા લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. નરસામપેટના એસપી આરવી ફનિંદરે જણાવ્યું હતું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર