આઇપીએલ સિઝન10 : મજૂરના દિકરાને ગુજરાત લાયન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇપીએલ સિઝન10 : મજૂરના દિકરાને ગુજરાત લાયન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો
આઇપીએલ સિઝન10 માટે ખેલાડીઓની હરાજી થઇ છે. જેમાં ગુજરાત લાયન્સે ફાસ્ટ બોલિંગથી પોતાની ઓળખ ઉભી કરનાર ક્રિકેટર નાથૂસિંહને તક આપી છે. મજૂરી કરી પેટીયું રળનારના ગરીબ પરિવારના કુળદિપક એવા નાથૂસિંહને ગુજરાત લાયન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આઇપીએલ સિઝન 10ની હરાજીમાં લાયન્સે સોમવારે સૌથી પહેલા નાથૂસિંહ માટે 50 લાખની બોલી લગાવી હતી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #આઇપીએલ સિઝન10 માટે ખેલાડીઓની હરાજી થઇ છે. જેમાં ગુજરાત લાયન્સે ફાસ્ટ બોલિંગથી પોતાની ઓળખ ઉભી કરનાર ક્રિકેટર નાથૂસિંહને તક આપી છે. મજૂરી કરી પેટીયું રળનારના ગરીબ પરિવારના કુળદિપક એવા નાથૂસિંહને ગુજરાત લાયન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આઇપીએલ સિઝન 10ની હરાજીમાં લાયન્સે સોમવારે સૌથી પહેલા નાથૂસિંહ માટે 50 લાખની બોલી લગાવી હતી. અહીં નોંધનિય છે કે, નાથૂસિંહને આઇપીએલ સિઝન9ની હરાજીમાં 3.2 કરોડની જોરદાર ઉંચી કિંમત મળી હતી. નીતા અંબાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. 10 લાખની બેઇઝ પ્રાઇસવાળા આ ક્રિકેટરને લેવા માટે પૂણે સુપરજાયન્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ જેવી ટીમો તૈયાર હતી. અહીં નોંધનિય છે કે, નાથૂસિંહ 140થી 145ની ગતિએ ફાસ્ટ બોલિંગ નાંખી શકે છે. નાથૂની બોલિંગની ખાસિયત એ છે કે તે આર્મ રોટેશન અને વધુ ઝડપે ખભો ઘુમાવીને ફાસ્ટ બોલિંગ નાંખી શકે છે. રાજસ્થાન ક્રિકેટનો ઉભરતો આ ખેલાડી નાથૂસિંહ જયપુરનો રહેવાસી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ મીડિયમ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથ પણ આ ફાસ્ટ બોલરના ફેન છે. એમઆરએફ પેસ ફાઉન્ડેશનના અભ્યાસ સત્ર દરમિયાન મેકગ્રાથે નાથૂસિંહને બોલિંગ કરતાં જોયો હતો. ત્યારે તે એની સ્પીડથી પ્રભાવિત થયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, આ છોકરો એક દિવસ ભારતીય ક્રિકેટમાં ઘણું નામ કરશે.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर