સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાજપના જુના જોગીઓ મળ્યા, શું નવા સંકેત?

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાજપના જુના જોગીઓ મળ્યા, શું નવા સંકેત?
સોમનાથ મંદિર ખાતે આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આજે પ્રથમવાર સોમનાથના દર્શને આવ્યા હતા તો આ પ્રસંગે અંદાજે બે દાયકા બાદ ભાજપના જુના જોગીઓ અહીં ભેગા થયા હતા. પીએમ મોદી, પૂર્વ મુખ્યમંત્રી કેશભાઇ પટેલ અને લાલકૃષ્ણ અડવાણી વર્ષો બાદ આજે એક સાથે અહીં મળ્યા હતા.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
સોમનાથ #સોમનાથ મંદિર ખાતે આજે અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આજે પ્રથમવાર સોમનાથના દર્શને આવ્યા હતા તો આ પ્રસંગે અંદાજે બે દાયકા બાદ ભાજપના જુના જોગીઓ અહીં ભેગા થયા હતા. પીએમ મોદી, પૂર્વ મુખ્યમંત્રી કેશભાઇ પટેલ અને લાલકૃષ્ણ અડવાણી વર્ષો બાદ આજે એક સાથે અહીં મળ્યા હતા. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા દિવસે ખાસ હેલિકોપ્ટર મારફતે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધન બાદ એમણે સોમનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભાજપને મજબૂત બનાવવા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા બાદ આજે ફરી સંયોગ સર્જાયો કે નરેન્દ્ર મોદી, અડવાણી અને કેશુભાઇ એકસાથે ભેગા થયા છે. એકબીજાથી નારાજ કહેવાતા નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી અને કેશુભાઇ એકસાથે અહીં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજર રહ્યા હતા અને સોમનાથ મંદિરના વિકાસ માટે ચર્ચાઓ કરી હતી. જોકે ભાજપની જુની આ ત્રિપુટી એકસાથએ મળતાં અનેક તર્ક વિતર્કો પણ વહેતા થયા છે. રાજ્યમાં વહેલી ચૂંટણીની સંભાવનાઓ વચ્ચે આ ત્રિપુટીની મુલાકાતથી નવા સંકેત પણ જોવાઇ રહ્યા છે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर