હવે, ફી લેવામાં સ્કૂલ સંચાલકોની મનમાની નહીં ચાલે, બિલ પસાર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
હવે, ફી લેવામાં સ્કૂલ સંચાલકોની મનમાની નહીં ચાલે, બિલ પસાર
રાજ્ય સરકારે છેવટે મનમાની કરી રહેલા સ્કૂલ સંચાલકો પર ગાળીયો કસ્યો છે. સરકારના અનુદાન વગરની બિન સરકારી શાળાઓમાં બેફામ રીતે લેવાતી ફી ઉપર કાયદાની લગામ લગાવાઇ છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આ મામલે ધી ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ઓફ ફી બિલ 2017 રજુ કર્યું છે, જે અંતગર્ત હવેથી સ્કૂલો પોતાની મનમાની મુજબ ફી નહીં લઇ શકે,
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #રાજ્ય સરકારે છેવટે મનમાની કરી રહેલા સ્કૂલ સંચાલકો પર ગાળીયો કસ્યો છે. સરકારના અનુદાન વગરની બિન સરકારી શાળાઓમાં બેફામ રીતે લેવાતી ફી ઉપર કાયદાની લગામ લગાવાઇ છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આ મામલે ધી ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ રેગ્યુલેશન ઓફ ફી બિલ 2017 રજુ કર્યું છે, જે અંતગર્ત હવેથી સ્કૂલો પોતાની મનમાની મુજબ ફી નહીં લઇ શકે, રાજ્ય સરકાર દ્વારા પાસ કરાયેલા આ બિલ મુજબ સ્કૂલ સંચાલકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં વધુમાં વધુ રૂ.15,000, માધ્યમિક શાળામાં રૂ.25,000 અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં રૂ.27,000 ફી લઇ શકાશે. જો સ્કૂલ સંચાલકો દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવશે તો આકરા પગલાં લેવાશે. દંડ ઉપરાં સ્કૂલ માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરાશે. માન્યતા રદ સુધીના પગલાં ભરાશે
સરકાર દ્વારા ફી માટે નક્કી કરાયેલા નિયમો બાદ પણ જો સ્કૂલ સંચાલકો દ્વારા મનમાની ચાલુ રાખવામાં આવશે તો આવા કિસ્સામાં દંડ અને માન્યતા રદ કરવા સુઘીના પગલાં ભરાશે. પ્રથમ વખત જો કોઇ પકડાશે તો રૂ.6 લાખ સુધી દંડ લેવાશે, બીજી વખત પકડાશે તો રૂ.10 લાખ સુધી અને ત્રીજા કિસ્સામાં સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. એનઓસી પરત ખેંચવા જેવી કાર્યવાહી કરાશે. બમણી ફી પરત કરવી પડશે નિયમ ભંગ કરનારા સ્કૂલ સંચાલકો સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, ઉપરાંત જો વધુ ફી લીધી હશે તો આવા કિસ્સામાં 15 દિવસ બાદ બમણી ફી પરત કરવાની રહશે.
First published: March 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर