જમ્મૂ-કશ્મીર મુદ્દે ઝાયરા વસીમે કરી ટ્વિટ..

બોલિવૂડ છોડી ચુકેલી ઝાયરા વસીમે ઘણાં દિવસો બાદ ટ્વિટર પર એક્ટિવ કરી

બોલિવૂડ છોડી ચુકેલી ઝાયરા વસીમે ઘણાં દિવસો બાદ ટ્વિટર પર એક્ટિવ કરી

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલમાં આખા દેશ અને દુનિયાનું ધ્યાન કશ્મીર તરફ છે. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ગ્રેસ નેતા ઉમર અબ્દુલ્લાને રવિવારે 4 ઓગષ્ટ મોડી રાતથી નજરકેદ કરી લેવામાં આવ્યા હતાં. આ સમય વચ્ચે ઝાયરા વસીમે ટ્વટિર પર લખ્યુ હતું કે, 'યે વક્ત ભી ગુજર જાયેગા..' ઝાયરા પહેલાં અનુપમ ખૈરે ટ્વિટ કરી હતી અને લખ્યુ હતું કે, 'કશ્મીરની સમસ્યાનું સમાધાન શરૂ થઇ ગયુ છે.'

  એક્ટર સંજય સૂરીએ લખ્યુ છે કે, 'કશ્મીરમાં હાજર તમામ લોકો પોતાનું ધ્યાન રાખે.. ખબર છે કે, સુરક્ષાને કારણે કશ્મીરમાં સરકાર તરફથી કંઇ નિર્ણય લેવામાં આવ્યાં છે. ત્યાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાની પણ ખબર છે. આ પહેલાં સરકારે
  અમરનાથ યાત્રાને રદ્દ કરવા યાત્રીઓને તરત જ કાશ્મીર છોડવાનો આદેશ આપ્યો હતો.'  જમ્મૂ કશ્મીરમાં પરિસ્થિતિ તાણ પૂર્ણ બની હતી. જોકે હાલમાં સ્પષ્ટ થઇ ગયુ છે. કે.. ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સભામાં જમ્મૂ કશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જેને રાષ્ટ્રપતિ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. આ સાથે જ જમ્મૂ કશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા. અને સાથે જ લદ્દાખને પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે.
  Published by:Margi Pandya
  First published: