Home /News /gujarat /

પાટીદાર યુવકના મોતને પગલે મહેસાણા-વિજાપુર-વિસનગર સજ્જડ બંધ, સીએમને ચિંમકી

મહેસાણાઃ અમદાવાદની મહારેલી બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેનો રેલો મહેસાણામાં પણ પહોંચ્યો હતો. મહેસાણાનો પાટીદાર યુવક ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા મયુર પટેલનું ગઇકાલે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પાટીદારોમાં આક્રોશ ભભૂક્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મહેસાણાઃ અમદાવાદની મહારેલી બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જેનો રેલો મહેસાણામાં પણ પહોંચ્યો હતો. મહેસાણાનો પાટીદાર યુવક ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા મયુર પટેલનું ગઇકાલે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પાટીદારોમાં આક્રોશ ભભૂક્યો છે.

mahesana bad3

આજે પાટીદારો દ્વારા મહેસાણા-વિસનગર અને વિજાપુર બંધનું એલાન અપાયું હતું. જેને સફળતા મળી હતી. જ્યારે બીજી તરફ પાટીદારોએ ચિંમકી ઉચ્ચારી હતી કે હવે આનંદીબહેન પટેલને મહેસાણા સહિત ઉ.ગુ.માં પગ પણ મુકવા નહીં દેવાય. તેઓ જો આવશે તો તેમનો વિરોધ કરાશે.

mahesana bad2

મયુરની આજે મહેસાણાના ગૌતમ નગરથી અંતિમયાત્રા નીકળશે. સવારથી જ તેના ઘરે મોટીસંખ્યામાં પાટીદારો પહોંચ્યા હતા. મયુરના મોતને પગલે તેના પરિવારજનો સહિત સમગ્ર પાટીદાર સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે શાંત પડેલું પાટીદાર અનામત આંદોલન હવે ફરી ઉગ્ર બને તેવી શક્યતાઓ પણ દર્શાવાઇ રહી છે.

mehsana bandh

શહિદ પાટીદાર મયુર પટેલની આજે 10 વાગે અંતિમ યાત્રા નીકળશે. તેના અંતિમ દર્શન માટે પાટીદારો સવારથી જ ઉમટી પડ્યા હતા.એસપીજીના લાલજી પટેલ, પાટીદાર કન્વીનર સિદ્ધાર્થ પટેલ,પાટીદારોના વકીલ બાબુભાઈ માંગુકીયાએ અહીં પહોંચી અંતિમ દર્શન કર્યા હતા. ગુજરાતના તમામ પાટીદાર કન્વીનરો આજે મહેસાણા પહોચવાના છે.
First published:

Tags: અંતિમ યાત્રા, અનામત માંગ, આક્રોશ, આનંદીબહેન પટેલ, ગુજરાત, પટેલ, પાટીદાર આંદોલન, મોત, રોષ, વિવાદ, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन