Home /News /gujarat /સુરત: આપઘાત કરવા યુવકે બ્રિજ પરથી છલાંગ લગાવી, નદીમાં પાણી ન હોવાથી કાદવમાં ફસાયો!

સુરત: આપઘાત કરવા યુવકે બ્રિજ પરથી છલાંગ લગાવી, નદીમાં પાણી ન હોવાથી કાદવમાં ફસાયો!

આપઘાતનો પ્રયાસ કરનાર યુવક

Surat Tapi River: આ ઘટનાની જાણ સુરતના ફાયર વિભાગ કરવામાં આવતા ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક બનાવની જગ્યા પર દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તપાસ કરતા યુવકનું નામ સિદ્ધાર્થ ચંપકલાલ હોવાનું સામે આવ્યું હતું.

વધુ જુઓ ...
સુરત: સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદી પરથી છાશવારે લોકો આપઘાત માટે છલાંગ મારતા હોય છે. આ જ પ્રકારની એક ઘટના ગતરોજ બનવા પામી હતી, જ્યાં એક યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, યુવકે જ્યાં કૂદકો માર્યો હતો ત્યાં પાણી ઓછું હોવાથી તે નદીના કાદવમાં ફસાયો હતો. સ્થાનિક લોકોએ આ અંગેનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.

સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી ઉપર સુરતમાં અનેક પુલ આવેલા છે. આ બ્રિજ સુરતીઓ માટે આપઘાત કરવાનું સૌથી સરળ સાધન બનતું જતા હોવાની ઘટનાઓ અનેક વખત સામે આવતી રહે છે. કારણ કે સુરતના લોકો છાશવારે બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી જતા હોય છે. ગતરોજ પણ ગોપીપુરા વિસ્તારના એક યુવકે મકાઈપુર બ્રિજ પરથી મોતની છલાંગ મારી હતી. જોકે, નદીમાં પાણી ઓછું હોવાને લઈને આ યુવક કાદવમાં ખૂપી ગયો હતો. યુવકે આપઘાત માટે કૂદકો મારતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને નીચે જોતા યુવક કાદવમાં ફસાયેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: દંપતીએ એક સાથે લટકીને ફાંસો ખાધો, વજન વધુ હોવાના કારણે તૂટી ગયું પત્નીનું દોરડું

આ ઘટનાની જાણ સુરતના ફાયર વિભાગ કરવામાં આવતા ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક બનાવની જગ્યા પર દોડી આવ્યા હતા અને યુવકને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. તપાસ કરતા યુવકનું નામ સિદ્ધાર્થ ચંપકલાલ હોવાનું સામે આવ્યું હતું. આ યુવકે કયા કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે જાણી શકાયું નથી. જે પ્રકારે ઘટના બની હતી તેને લઈને સ્થાનિક લોકોએ ઉતારેલો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાંથી ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે કહી મોટી વાત

ઉલ્લેખનીય છે કે લોકો બ્રિજ પરથી કૂદીને આપઘાત ન કરે તે માટે સુરત મહાનગરપાલિકાએ તમામ બ્રિજ પર ગ્રીલ લગાડી દીધી છે.
" isDesktop="true" id="1250013" >

સુરતમાં સ્કૂલવાન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત


સુરત: સુરત શહેરમાં સ્કૂલવાન અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે જે સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો તેમાં નવ બાળકો સવાર હતા. અકસ્માત બાદ નવમાંથી એક બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. વાનમાં સવાર અન્ય બાળકોને પણ નાની મોટી ઈજા પહોંચી છે. લોકોનું કહેવું છે કે વાન ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Tapi river, ગુનો, પોલીસ, વાયરલ વીડિયો, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन