Home /News /gujarat /અંદરના જ ગુજરાત કોંગ્રેસના પગ પર કુહાડો મારે છે? શિસ્ત ના જાળવનારા નેતાઓને નોટિસ

અંદરના જ ગુજરાત કોંગ્રેસના પગ પર કુહાડો મારે છે? શિસ્ત ના જાળવનારા નેતાઓને નોટિસ

ગુજરાત યુથ કોંગ્રેસ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં હારના કારણની તપાસ કરવામાં આવી હતી, પાર્ટીની રાજ્યમાં પક્કડ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે મહત્વની બેઠકમાં નેતાની ગેરહાજરી અંગે કોંગ્રેસે કડક નિર્ણય લીધો છે. યુથ કોંગ્રેસની બેઠકમાં હાજર ના રહેલા 20 જિલ્લા પ્રમુખોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ગુજરાત યુથ કોંગ્રેસની કારોબારી અમદાવાદ ખાતે મળી હતી. કારોબારીમાં ગેરહાજર રહેનારા હોદ્દેદારોને શો કોઝ નોટિસ અપાઈ છે. અમદાવાદ ખાતે આયોજીત પ્રદેશ કારોબારીમાં મોટા ભાગના જિલ્લા હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. પાર્ટી દ્વારા બેઠકમાં ગેરહાજરી ગેરશિસ્ત ગણાવી કારણ રજૂ કરવા અંગેની નોટિસ અપાઈ છે. આ બેઠકમાં આગામી આયોજનને ધ્યાનમાં રાખીને મહત્વની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પ્રદેશ યુથ કોંગ્રેસના કારોબારી બેઠક આગામી સમયના કાર્યક્રમ અંગે પ્લાનિગ કરવા માટે બોલાવવામાં આવી હતી. પ્રદેશ યુથ પ્રમુખ સહિતના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ અનેક એવા યુથ નેતાઓ હતા કે જેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. બેઠક હોવા છતા ગંભીરતા ન લેનાર યુથ નેતાઓ નોટિસ આપી ખુલાશો પૂછાયો છે.

ગેરહાજર રહેલાને નોટિસ મોકલવામાં આવી


પ્રદેશ યુથ કોંગ્રેસની કારોબારીમાં 20 જિલ્લા અધ્યક્ષ અને 24 પ્રદેશ હોદ્દોદારોને હાજર ન રહેનારાને શોકોઝ નોટીસ આપી છે. જિલ્લા અધ્યક્ષ પાસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોના નામ પણ મંગાવવામાં આવ્યા છે.  હાલ પાર્ટીએ ત્રણ કાર્યકરો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા જણાયા જેમને પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જે લોકો સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદ મળી છે તેમની સામે કાર્યવાહી થશે.

આ પણ વાંચોઃ ગુજરાતનું હવામાન આગામી દિવસમાં કેવું રહેશે?

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી મનિષ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આગામી 20 માર્ચથી 31 માર્ચ સુધી યુવા જોડો પર્વ મનાવાશે. બેરોજગીરી , પેપર લીક સહિતના મુદ્દાને આવરી લઇ જનતાની લડાઇ લડવા યુથ કોંગ્રેસ મેદાને આવશે. 252 તાલુકા 170 નગરપાલિકા 130 મનપાના વોર્ડ મળી 550 નવી સમિતિ બનાવાશે. યુથ કોગ્રેસમાં નિષ્ક્રિય રહેલા હોદ્દેદારો ને દૂર કરવામાં આવશે. ગુજરાત સ્થાપના દિવસના મુદ્દે યુવા સંગમ અમદાવાદમાં થશે. કોંગ્રેસે ગુજરાતમાં કરેલા કાર્યો અને વિકાસની ઝાંખી રજૂ કરાશે.

ગુજરાત કોંગ્રેસનું આગામી દિવસોનું આયોજન


આગામી 21મી મેએ રાજીવ ગાંધીની પુણ્ય તિથિએ સુરતમાં તેમના જીવન પ્રદર્શની તૈયાર કરૂ કાર્ય કરાશે. ચાર મહાનગરોમાં યુથ કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક કાર્યક્મ કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન સાથે રચનાત્મક અને નાટ્યાત્મક કાર્યક્મ કરી લોકેને સમજાવાશે.
Published by:Tejas Jingar
First published:

Tags: Gujarat Politics, Gujarati news

विज्ञापन