Home /News /gujarat /અમદાવાદ : જેની સાથે જીવન જીવવાના સ્વપ્ન જોયા તે જ મંગેતરે કેનેડા જવા કકળાટ કર્યો, યુવકે મોત વ્હાલું કર્યું

અમદાવાદ : જેની સાથે જીવન જીવવાના સ્વપ્ન જોયા તે જ મંગેતરે કેનેડા જવા કકળાટ કર્યો, યુવકે મોત વ્હાલું કર્યું

લખનના મોત બાદ પરિવારે તેના મોબાઈલની તપાસ કરતા યુવતી સાથે થયેલી ચેટીંગ અને કોલ રેકોર્ડ સામે આવ્યા છે

Ahmedabad news : યુવતી અને તેની માતા પર મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા, સગાઈ બાદ યુવતી મોબાઈલ, હિરાના દાગીના અને મોંઘીદાટ ગીફ્ટ માંગતી હતી

અમદાવાદ : જે યુવતી સાથે જીંદગી વિતાવવાના સ્વપ્ન જોયા હતા તે યુવતી અને તેની માતાના અસહ્ય ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા (Suicide)કરી લીધી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે કર્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસે (Ahmedabad Police)અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે. જોકે પરિવારના આક્ષેપ બાદ પોલીસે પણ યુવકના મોત માટે જવાબદાર વિરદ્ધ પગલા લેવા તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

શહેરના ચીલોડા સર્કલ પાસે આવેલા કૈલાશ રોયલમાં રહેતા લખન માખીજા નામના યુવકે ગત મોડી રાતે તેના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. લખનના મોત મામલે નરોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હકીકત સામે આવી છે કે લખનની સગાઈ તેના જ ફ્લેટમાં રહેતી એક યુવતી સાથે થઈ હતી. જોકે કેનેડા જવાની બાબતે સગાઈ તુટી જતા યુવકે આત્મહત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જી ડિવિઝન એસીપી વી એન યાદવે જણાવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદના પતિ પત્ની ઔર વોનો કિસ્સો: ફિલ્મ કહાનીની જેમ પતિએ અન્ય સ્ત્રીને પ્રેમ કર્યો ને પત્નીને કહ્યું...

લખનના મોત બાદ પરિવારે તેના મોબાઈલની તપાસ કરતા યુવતી સાથે થયેલી ચેટીંગ અને કોલ રેકોર્ડ સામે આવ્યા છે. જેમાં હકીકત સામે આવી કે સગાઈ બાદ યુવતી મોબાઈલ, હિરાના દાગીના અને મોંઘીદાટ ગીફ્ટ માંગતી હતી. સાથે જ કેનેડા જવા માટે 1 કરોડ રૂપિયાની પણ માંગ કરી હતી. જે માટે યુવકને તેનો ફ્લેટ પણ વેચી દેવા માટે યુવતી ધમકાવતી હોવાનો ખુલાસો થયો છે. યુવતીની સાથે તેની માતાએ પણ રૂપિયા ન આપે તો સગાઈ તોડવાની ધમકી આપી હતી. જેથી યુવકે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ મૃતક લખનના માતા પિતાએ કર્યો છે.
" isDesktop="true" id="1182201" >

લખનની આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે પોલીસે અકસ્માતના મોતના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ પરિવારે આપેલા પુરાવા તપાસ્યા બાદ પોલીસ આ બનાવ અંગે વધુ કલમનો ઉમેરો કરી શકે છે. સાથે જ લખનના મોત માટે તેની મંગેતર જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन