અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તે ગૌરવની વાત: યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ગાંધીનગરના પ્રત્યેક નાગરિકે અમિત શાહ બની પ્રચાર કરવો જોઈએ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાટલોડિયામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધ્યું હતું.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આજે અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સમર્થનમાં યોજાયેલા આ સંમેલનમાં યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે રાષ્ટ્રીય નેતૃત્વ અને ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તે ગૌરવની વાત છે.

  યોગી આદિત્યનાથે કહ્યું, “ ગાંધીનગર આવતા પહેલાં હું કાશીમાં હતો. તમે સૌ જાણો છો, કાશીને વડાપ્રધાન મોદીના કારણે ગૌરવ પ્રાપ્ત થયું છે. કાશી વિકાસની વાટે હતી. જ્યારથી વડાપ્રધાન મોદી કાશીના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારથી લઈને આજ સુધી કાશી નવી ઉંચાઈએ પહોંચ્યું છે. ગાંધીનગરના તમામ મતદારોની જવાબદારી છે, કે ગાંધીનગરના તમામ લોકો અમિત શાહ બની પ્રચાર કરે”

  યોગી આદિત્યનાથે કહ્યું, “ભાજપના એક બુથ પરથી કાર્યકર્તા તરીકે સફર કરનાર વ્યક્તિએ ભાજપને વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ બનાવવાનું ગૌરવ આપ્યું છે, આ કામ ભાજપમાં જ થઈ શકે છે કે બુથનો સામાન્ય કાર્યકર ભાજપનો પ્રમુખ બની શકે તે કામ કોંગ્રેસ કે અન્ય દળોમાં થઈ શકે નહીં. હું રાહુલ ગાંધીના નિવેદનો વાંચી રહ્યો હતો કે અમે ગરીબી હટાવીશું. આ દેશમાં 55 વર્ષ કોંગ્રેસે સાશન કર્યુ તો ગરીબી કેમ ન હટી? જો કોંગ્રેસે ખરેખર 55 વર્ષમાં ગરીબી દૂર કરી હોત તો વડાપ્રધાન મોદીને પીએમ બન્યા પછી જનધન ખાતા ખોલવાની તક ન મળી હોત. કોંગ્રેસ ઇચ્છતી નહોતી કે ગરીબોને યોજનાઓનો લાભ મળે તેમના જીવનમાં પરિવર્તન આવે એવું કોંગ્રેસ ક્યારેય ઇચ્છતી નહોતી.”

  સરદારને કોંગ્રેસ સન્માન આપ્યું નહીં
  યોદી આદિત્યનાથે જણાવ્યું હતું કે કોંગ્રેસે અત્યારસુધી સરદાર પટેલને સન્માન આપ્યું નહોતું. જો કોંગ્રેસે સરદારને સન્માન આપ્યું હોત તો તેમના પરિવારોનું નામ મટી જાત તેથી તેમણે સરદારને જરૂરી સન્માન આપ્યું નહીં, પરંતુ વડાપ્રધાન મોદીએ સરદાર પટેલનું સૌથી મોટું સ્ચેચ્યું ગુજરાતમાં તૈયાર કર્યુ છે.
  Published by:Jay Mishra
  First published: