Home /News /gujarat /ગરીબ પરિવારની જલ્પાએ ચાઇનામાં યોગમાં એવોર્ડ જીત્યો હતો,સરકારે નહોતી કરી મદદ

ગરીબ પરિવારની જલ્પાએ ચાઇનામાં યોગમાં એવોર્ડ જીત્યો હતો,સરકારે નહોતી કરી મદદ

પેટલાદઃ યોગ ક્ષેત્રે સીધી હાસલ કરનાર જલ્પા કાછીયાના પેટલાદ સ્થિત ઘરે સાંસદ દિલીપ પટેલે મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન જલ્પાના પરિવારની દયનીય હાલત જોઈ સાંસદ અચંબામાં મુકાઇ ગયા હતા.જલ્પાના ઘરની પરિસ્થિતિથી વાકેફ થઇ સાંસદ દિલીપ પટેલે પાક્કું મકાન સ્વ ખર્ચે અને જલ્પા તેમજ તેની બહેનના અભ્યાસ માટે થતો તમામ ખર્ચ પોતે ઉપાડી લેવા પરિવારને વચન આપ્યું છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

    આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં રુવાની શેરીમાં રહેતી જલ્પા કાછીયાએ ખુબ જ સંઘર્સ કરી યોગ ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ 6 આંતર રાષ્ટીય,8 રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના મેડલ અને પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા છે. જેમાં 6-સુવર્ણ ચંદ્રક, 11રજત ચંન્દ્રક,5 કાસ્ય ચંદ્રક સહીતના સન્માનપત્રો તેમજ મેડલ મેળવેલ છે.

    ગુજરાતમાં સ્ટેટ યોગાસન ચેમ્પિયનશીપ-ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી તેમજ બેગલુરુશીપ પણ પ્રથમ નંબર લીધેલ છે. આ ઉપરાંત 2013માં ચાઈના દેશની ટાઈપી સીટીમાં યોજાએલી યોગા ચેમ્પિયન શીપમાં તેણીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત 2012માં યુરોપમાં યોગા દિવસની ઉજવણીમાં ડેમો માટે પણ ખાસ બોલાવામાં આવી હતી.

    હાલમાં જલ્પા ગેજ્યુએશન પૂરું કરી અને એક શાળામાં યોગા ટ્રેનર તરીકે સેવાઓ આપી રહી છે. અને યોગા ટ્રેનર તરીકે મળતા 4 હજાર રૂપિયાના માસિક મેહનતાનામાંથી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત વિવિધ સ્થળ યોગ સ્પર્ધામાં પણ પણ પોતાના સ્વ ખર્ચે ભાગ લેવા પહોચી જાય છે. જે કોઈ ચેમ્પિયન શીપમાં મળેલ રોકડ ઇનામની રકમ એકત્ર કરી તેમાંથી તે ખર્ચે તે ચાઈના ગઈ હતી. આ ટાઇમે રાજ્ય કે કેન્દ્ર  સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી. છતાં પણ તેણીએ હિમત હાર્યા વગર યોગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

    જલ્પા નાની હતી ત્યારે તેના પિતા તરુણભાઈ કાછીયા તેણીની માતા મોનાબેન -બેન જીમીશાને એકલા ત્યજી દઈ પુનઃ લગ્ન કરી લીધા હતા. બાદમાં મોનાબેને મેહનત મજુરી કરી તેમજ લોકોના ઘરકામ કરી પોતાની દીકરીઓને ખુબ મેહનત પૂર્વક ઉછેરી હતી.

    તેમજ મોનાબેનને યોગમાં રસ હોવાથી જલ્પાને નાનપણથી રસ હોવાથી તેમને જલ્પાને યોગ શીખવા પ્રોત્સાહન કરી યોગ ક્ષેત્રે પારંગત બનાવી હતી. સરકારી તંત્ર દ્વારા જીલ્લામાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં જલ્પાના યોગનું નિદર્શન કરે છે પરંતુ તેની કપરી પરિસ્થીતીને પારખી શકી ન હતી.

    જલ્પાના દિલની વાત મોડે મોડે પણ મીડિયાના સહારે સાંસદ દિલીપ પટેલને થતા તેઓ આજે જલ્પાના ઘરે દોડી ગયા હતા. જલ્પાના ઘરની પરિસ્થિતિ જોઈ સાંસદે કરમસદમાં પોતાના ખર્ચે હાલના તબકે ભાડાનું મકાન 2 દિવસની અંદર અપાવી દેશે અને 6 માસની અંદર નવું મકાન બનાવી જલ્પાના પરિવારને આપવાની ખાત્રી આપી હતી. એટલુજ નહિ જલ્પા અને તેની બહેનને અભ્યાસ માટે સંપુર્ણ મદદ પણ કરશે.

    સાંસદ દિલીપ પટેલ આજે આ મામલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ રજૂઆત કરશે. અને બનતા તમામ પ્રયાસો કરી જલ્પાને મદદ રૂપ થશે.
    First published:

    Tags: ગુજરાત, દેશ વિદેશ, યોગ, રાજકારણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો