Home /News /gujarat /

કચ્છમાં એક સાથે ચાર લાખ લોકો યોગાભ્યાસ કરશે

કચ્છમાં એક સાથે ચાર લાખ લોકો યોગાભ્યાસ કરશે

ભૂજઃ 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્ર્વમાં એક સાથે યોગ દિવસની ઉજવણી થનાર છે. તેમાં સરહદી કચ્છ જિલ્લો પણ ભાગ લેશે. લોકો જાગૃત થઈને આ ઉજવણીમાં અને વિશ્વ રેકોર્ડમાં જોડાઈ શકે તે માટે કચ્છનું સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે.

  • Web18
  • Last Updated :
ભૂજઃ 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્ર્વમાં એક સાથે યોગ દિવસની ઉજવણી થનાર છે. તેમાં સરહદી કચ્છ જિલ્લો પણ ભાગ લેશે. લોકો જાગૃત થઈને આ ઉજવણીમાં અને વિશ્વ રેકોર્ડમાં જોડાઈ શકે તે માટે કચ્છનું સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે.

આજે કચ્છ જિલ્લા કલેકટર  મહેન્દ્ર પટેલ દ્વારા તમામ સંસ્થાઓ, અધિકારીઓ સાથે બેઠક યોજીને આયોજન અંગે ચર્ચા કરી હતી. જેમાં કચ્છમાં બાળકોથી વૃદ્ધો અને યુવાનોથી જવાનો સુધી તમામ લોકો સરહદથી શહેર અને ગ્રામ્યથી પરા સુધી લોકો એક સાથે યોગાભ્યાસ કરે માટે ચર્ચા કરી હતી. તંત્ર દ્વારા જિલ્લામાં 37 જગ્યાઓ પર સુવિધા ઉભી કરાશે જેનો ચાર લાખથી વધુ લોકો ભાગ લે તેવી આશા તંત્રને છે.

આ સાથે કચ્છની સરહદો પર તૈનાત જવાનો પણ સીમાચોકીઓ પર યોગ કરશે. જયારે ભૂજમાં આર્મીના પાંચ હજારથી વધુ જવાનો પણ યોગાભ્યાસમાં જોડાશે અને સામાન્ય નાગરિકોને પણ તાલીમ આપશે. કચ્છમાં હાલ વિવિધ જગ્યાએ તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કક્ષાનો મુખ્ય આયોજન ભૂજની વરસાણી સ્કુલ ખાતે થશે. જેમાં રાજય કક્ષાના કુટીર ઉઘોગ પ્રધાન તારાચંદ છેડા ઉપસ્થિત રહેશે.
First published:

Tags: કેબિનેટ મંત્રી, ગુજરાત, તંત્ર, દેશ વિદેશ, યોગ, સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन