સુશીલ પાંડે/ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રેપર અને સિંગર 'યો યો હની સિંહ' (Yo Yo Honey Singh) એટલે હૃદેશ સિંહ વિરુદ્ધ પત્ની શાલિની તલવાર (Shalini Talwar)એ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કર્યો છે. હની સિંહની પત્નીએ આ કેસ દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં દાખલ કરાવ્યો છે. શાલિનીએ પતિ પર શારીરિક અને માનસિક હિંસાનો આરોપ લગાવ્યો છે. શાલિનીએ કોર્ટમાં આજે જ આ કેસ દાખલ કરાવ્યો છે. કોર્ટે હની સિંહને 28 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ આપવાં નોટીસ જાહેર કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે, હની સિંહ અને શાલિનીનાં લગ્ન 2011માં દિલ્હીનાં એખ ગુરુદ્વારામાં થયા હતાં. પ્તની દ્વારા દાખલ કરવામાં આવેલાં કેસમાં કહેવામાં આવ્યું છે તેને મારવામાં આવે છે. સાથે જ તેને માનસિક રીતે શોષિત કરવામાં આવે છે. હની સિંહની પત્ની શાલિની તરફથી કોર્ટમાં એડવોકેટ સંદીપ કૌર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપ પેશી થઇ હતી.
પત્ની શાલિનીની સાથે યો યો હની સિંહ- આપને જણાવી દઇએ કે, 2014માં હની સિંહે પહેલી વખત તેની પત્નીને એક રિયાલિટી શોમાં લોકોને મેળવી હતી. ઘણાં લોકો આ વાત જાણીને દંગ રહી ગયા હતાં. હની સિંહે બોલિવૂડનાં મેગા પ્રોજેક્ટ્સનો ભાગ બનતા પહેલાં લગ્ન કરી લીધા હતાં. યો યો હની સિંહ ફિલ્મ 'કોકટેલ'નાં ગીત 'અંગ્રેજી બીટ' બાદ ચર્ચામાં આવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર