Home /News /gujarat /Yasin Malik Life imprisonment : યાસિન મલિકને સજા જાહેર કરાય તે પહેલા જ કાશ્મીરમાં ભારે પથ્થરમારો - Video

Yasin Malik Life imprisonment : યાસિન મલિકને સજા જાહેર કરાય તે પહેલા જ કાશ્મીરમાં ભારે પથ્થરમારો - Video

યાસિન મલિક સજા મામલો - શ્રીનગરમાં પથ્થરમારો

Yasin Malik Life imprisonment : યાસીન મલિકની સુનાવણી પહેલા કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગરમાં પથ્થરમારા (Srinagar stoned) ની ઘટના બની હતી. એક જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ અને સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા

વધુ જુઓ ...
હવામાનYasin Malik Life imprisonment : કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક (Yasin Malik) ને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. પટિયાલા કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. પરંતુ કોર્ટના નિર્ણય આવે તે પહેલા જ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. એક જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

યાસીન મલિકની સુનાવણી પહેલા કાશ્મીરના શ્રીનગરમાં પથ્થરમારાની ઘટના બની હતી. એક જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ અને સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા. હાલમાં કાશ્મીરમાં તણાવ વધી ગયો છે.

યાસીનનો હેતુ

આ નાણાંનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અલગતાવાદી પ્રવૃત્તિઓને ફેલાવવાનો હતો, જે અંતર્ગત સુરક્ષા ટીમો પર પથ્થરમારો, શાળાઓને ઇરાદાપૂર્વક સળગાવવા, સાર્વજનિક સંપત્તિને નુકસાન અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેનો હેતુ ઘાટીની શાંતિને ખલેલ પહોંચાડવાનો હતો. નેશનલ સિક્યોરિટી એજન્સી અનુસાર, તપાસમાં સાબિત થાય છે કે. યાસીન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો વડા હતો અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.



કોઈએ શટડાઉન માટે હાકલ કરી નથી

શ્રીનગરમાં આજે દુકાનો અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ હતી. જો કે વાહનવ્યવહાર પહેલાની જેમ જ રાબેતા મુજબ ચાલુ હતો. જો કે કોઈ જૂથે બંધનું આહ્વાન કર્યું નથી, તેમ છતાં આ અચાનક બંધના કારણે સુરક્ષા સંસ્થાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસે દુકાનદારોને કોઈપણ એલાન પર બંધનું પાલન કરવાની મંજૂરી આપી નથી.

આ પણ વાંચોYasin Malik Love Story : અલગતાવાદી યાસીન મલિકની પત્ની એક સમયે ન્યૂડ પેઈન્ટિંગ્સ બનાવવા માટે હતી ફેમસ

મીરવાઈઝ ઉમર ફારૂકની આગેવાની હેઠળની હુર્રિયત કોન્ફરન્સે ગયા અઠવાડિયે 21 મેના રોજ મૌલવી મોહમ્મદ ફારૂક અને અબ્દુલ ગની લોન્કીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે કાશ્મીરમાં બંધનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચોYasin Malik Life imprisonment : ટેરર ફંડિંગ કેસ, યાસીન મલિકને આજીવન કેદની સજા

કોર્ટે આ કેસમાં ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ અને મસરત આલમ સહિત 15 આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે. આ કેસમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ અને હિઝબુલ્લાના વડા સૈયદ સલાહુદ્દીન પણ આરોપી છે અને તેમને કોર્ટે ફરાર જાહેર કર્યા છે.
First published:

Tags: Jammu Kashmir News, Srinagar, Stoned, Yasin malik, જમ્મુ કાશ્મીર, શ્રીનગર